વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 17મી સપ્ટેમ્બરે પોતાનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દેશભરમાં ભાજપા નેતાઓથી લઇને કાર્યકર્તાઓએ તેમના જન્મદિવસને લઇને અનેક આયોજનોનુ એલાન કર્યુ છે. અહિંયા સુધી કે ખુદ પોતે પીએમ મોદી મધ્ય પ્રદેશમાં અનેક યોજનાઓની શરૂઆત કરશે.
ચિત્રોથી લઇને રામ મંદિરની પ્રતિકૃતિ સુધીની ગિફ્ટ્સ મળી
પીએમ મોદીના જન્મદિવસની એક ખાસ વાત છે કે તેમને મળનારી ભેટ, જે દેશ વિદેશથી તેમના પ્રશંસકો મોકલે છે અને કેટલાક સમય બાદ જ તેની હરાજી માટે મૂકવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મળેલી ભેટો પર નજર કરીએ તો, પીએમ મોદીને ચિત્રોથી લઈને અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ સુધી બધું જ મળ્યું છે. આ બધી વસ્તુઓની હરાજી અલગ અલગ વર્ષોમાં કરવામાં આવી છે.
2019થી આની શરૂઆત કરવામાં આવી
2019થી અત્યાર સુધી દર વર્ષે તેમને ભેટમાં આપેલી દરેક વસ્તુઓની બોલી લગાવવામાં આવે છે. સૌથી ઓછી બોલી 600 અને સૌથી મોટી બોલી 8.26 લાખ રૂપિયાથી શરૂ થઇ હતી. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રમાણે એક સરકારી સમિતિ હારજી માટે આ ભેટની સાચી કિંમતના આધાર પર બેસ પ્રાઇસ નક્કી કરે છે.
આવેલી રકમ ક્યાં ઉપયોગમાં લેવાય છે?
પીએમના ભેટમાં મળેલા અનોખા ઉપહારોની હમણાં સુધી પાંચ ઈ-હરાજી થઈ ચુકી છે, જેના માધ્યમથી કુલ રૂ. 54 કરોડની રકમ એકત્રિત કરવામાં આવી છે. આ રકમ ગંગા નદીના સંરક્ષણ માટે ખર્ચવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતએ જાણકારી આપી હતી કે લોકો વધુમાં વધુ સંખ્યામાં આ ઈ-હરાજીમાં ભાગ લેશે તો સામાજિક જવાબદારીના કામમાં તેમની પણ ભાગીદારી થશે. તેમણે જણાવ્યું કે 17 સપ્ટેમ્બરથી ‘સેવા પખવાડિયા’ની શરૂઆત કરવામાં આવી રહી છે, જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાશે. પીએમના જન્મદિવસ નિમિત્તે ‘મન કી બાત’ના 100 એપિસોડ આધારિત એક વિશેષ પ્રદર્શની પણ યોજાશે, જેમાં દેશભરના પ્રસિદ્ધ કલાકારો દ્વારા સામાજિક સંદેશ આપતી ચિત્રકળાનું પ્રદર્શન કરવામાં આવશે.
પાંચ અબજ ડોલરથી વધુની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
પ્રધાનમંત્રીએ મેળવેલા હજારો અનોખી ભેટોની હરાજી પહેલાથી થઈ રહી છે, અને આનાથી મળેલી તમામ રકમ 'નમામી ગંગે યોજના'માં આપવામાં આવી છે. પૂર્વવત્ વર્ષની જેમ, આ વખતે પણ ઈ-હરાજીમાંથી મળેલી આવક ગંગા અને તેના ઇકોસિસ્ટમના પુનર્જીવન, સંરક્ષણ અને સુરક્ષા માટે ખર્ચાશે, જે ભારત સરકારની એક મહત્વકાંક્ષી યોજના છે. ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 2014માં પદ સંભાળ્યા બાદ ‘નમામી ગંગે’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. તેમણે ગંગાની સ્વચ્છતા અને પુનરદ્રારની જરૂરિયાત ઓળખી હતી અને નદીની સાફસફાઈ સુનિશ્ચિત કરવા માટે પાંચ અબજ ડોલરથી વધુની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.