સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક બેઠકો પર રસાકસી જોવા મળી છે, પરંતુ અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર 9 નો જંગ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. અહીં રાજકીય લડાઈ પારિવારિક સંબંધો વચ્ચે જોવા મળી હતી, જેમાં દેરાણી અને જેઠાણી સામસામે ચૂંટણી મેદાનમાં હતા.
વોર્ડ નંબર 9 માં દેરાણી જેઠાણી સામ સામે હતા
વોર્ડ નંબર 9 માં ભાજપ દ્વારા જેઠાણી રેણુકાબેન સોલંકીને ટિકિટ આપવામાં આવી હતી, જેની સામે કોંગ્રેસે તેમના જ દેરાણી કાજલબેન સોલંકીને મેદાનમાં ઉતાર્યા હતા.એક જ પરિવારની બે સભ્યો વચ્ચે ચૂંટણી જંગ જામતા સ્થાનિક સ્તરે આ મુકાબલો ચર્ચાનો વિષય બની ગયો હતો.જેઠાણી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા રહ્યા છે અને સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે દેરાણી કોંગ્રેસ તરફથી મેદાનમાં આવ્યા હતા.આ કારણે પરિવારની અંદર જ રાજકીય સ્પર્ધા સર્જાઈ હતી.













