ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અકલ્પનીય વિજય મેળવીને રાજ્યમાં ફરી એકવાર પોતાની એકચક્રી શાસન શક્તિ સાબિત કરી દીધી છે. 15 મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં કેસરીયો લહેરાયો છે. આ પરિણામોએ સાબિત કર્યું છે કે ગુજરાતમાં વિપક્ષ અત્યારે પાયા વિહોણો બની રહ્યો છે.


મનપામાં એકતરફી શાસન

અમદાવાદની 192 બેઠકોમાંથી 160 પર કબજો કરી ભાજપે જંગી બહુમતી મેળવી છે. જ્યારે સુરતમાં 115, વડોદરામાં 69 અને રાજકોટમાં 65 બેઠકો સાથે ભાજપનો વિજયધ્વજ લહેરાયો છે. આશ્ચર્યજનક રીતે, પોરબંદર અને મોરબીમાં ભાજપે તમામ 52-52 બેઠકો જીતીને વિપક્ષનું ખાતું પણ ખોલવા દીધું નથી. જામનગર અને ભાવનગરમાં પણ ભાજપની લહેર જોવા મળી છે.

પંચાયતી રાજમાં કેસરીયો

માત્ર શહેરોમાં જ નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ ભાજપે પ્રભુત્વ જમાવ્યું છે. કુલ 34 જિલ્લા પંચાયતોમાંથી 33 પર ભાજપનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના ખાતામાં એક પણ બેઠક આવી નથી. 260 તાલુકા પંચાયતોમાંથી 253 પર ભાજપે કબજો જમાવી વિપક્ષને હાંસિયામાં ધકેલી દીધા છે. 84 નગરપાલિકાઓમાંથી 78 માં ભાજપ અને માત્ર 6 માં કોંગ્રેસને સફળતા મળી છે.


આ પણ વાંચો----     Gujarat Local Body Election Results 2026: ગુજરાતમાં છવાયો કેસરીયો, જાણો કાર્યકર્તાઓ સાથેની એ કઈ સીક્રેટ મંત્રણા હતી જેણે વોટિંગ પેટર્ન જ બદલી નાખી?

  • Follow us on: