ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે સાંજે 5 વાગ્યા સુધી 8696 માંથી 6442 બેઠકો જીતીને વિરોધ પક્ષોના અસ્તિત્વ સામે સવાલ ઉભા કરી દીધા છે. આ પ્રચંડ જીત બાદ ગાંધીનગર સ્થિત 'કમલમ' ખાતે દિવાળી જેવો માહોલ સર્જાયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવીની હાજરીમાં ભવ્ય ઉજવણી શરૂ થઈ છે.


સીએમ ભૂપેન્દ્ર પટેલ: "નકારાત્મકતાને જનતાએ નકારી"

સીએમ ભૂપેન્દ્ર પટેલે વિજય ઉત્સવમાં જણાવ્યું કે, "ગુજરાતની જનતા ક્યારેય નકારાત્મકતા સ્વીકારતી નથી. પીએમ મોદીના વિકાસના સપનાને આગળ વધારવા જનતાએ સમર્થન આપ્યું છે. અમે પહેલા દિવસથી ટીમ વર્ક કરી જે પ્રવાસ કર્યો હતો, તેનું જ આ સચોટ પરિણામ છે."

હર્ષ સંઘવી: "ગુજરાતને બદનામ કરનારાઓને મળ્યો જવાબ"

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આક્રમક અંદાજમાં કહ્યું કે, "અનેક લોકોએ ગુજરાતના નાગરિકોને બદનામ કરવામાં કસર નહોતી છોડી, પરંતુ મતદારોએ આજે તે તમામને જવાબ આપી દીધો છે. કોરોના કે અતિવૃષ્ટિ જેવી આફતોમાં જે કાર્યકર્તાઓએ સેવા કરી છે, આ જીત તેમની મહેનતનું ફળ છે."

જગદીશ વિશ્વકર્મા: "બિસ્તરા-પોટલા બાંધવાનો સમય આવી ગયો"

ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, "ચૂંટણી ટાણે જે મોસમી પક્ષો આવ્યા હતા, તેમના બિસ્તરા-પોટલા બાંધી પરત જવાનો સમય આવી ગયો છે. જનતાએ અમારી વિકાસ યાત્રા પર મહોર મારી છે."


આ પણ વાંચો---   Gujarat Local Body Election Results 2026: ગુજરાતમાં છવાયો કેસરીયો, જાણો કાર્યકર્તાઓ સાથેની એ કઈ સીક્રેટ મંત્રણા હતી જેણે વોટિંગ પેટર્ન જ બદલી નાખી?

  • Follow us on: