બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા જગાણા મતદાન મથક બહાર આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા દોડધામ મચી ગઈ હતી. જગાણા કોલેજ ખાતે ઉભા કરવામાં આવેલા મતદાન મથકની બિલકુલ બહાર ખુલ્લામાં પડેલા ઘાસચારામાં અચાનક આગ ફાટી નીકળી હતી.
અફરાતફરીનો માહોલ સર્જાયો
ઘટનાની મળતી માહિતી અનુસાર, મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી હોવાથી કેન્દ્રની બહાર ઉમેદવારોના સમર્થકો અને મતદારોના મોટા ટોળા ઉમટેલા હતા. આ ભીડની નજીક જ આગ લાગતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, આગ વધુ પ્રસરે તે પહેલા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.













