ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે સમગ્ર રાજ્યમાં વિજયકૂચ જાળવી રાખી છે, પરંતુ સુરત મહાનગરપાલિકામાં ભાજપે જે પરિણામ મેળવ્યું છે, તેણે સૌને ચોંકાવી દીધા છે. સુરતમાં ભાજપે 30 વર્ષ જૂનો પોતાનો જ રેકોર્ડ તોડીને વિપક્ષને અસ્તિત્વ ટકાવવા માટે પણ ફાંફાં પડાવી દીધા છે.


સુરત મનપાની 120 માંથી 115 બેઠકો પર કેસરીયો

સુરત મહાનગરપાલિકામાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. વર્ષ 1995માં જ્યારે 99 બેઠકો હતી ત્યારે ભાજપે 98 બેઠકો જીતી હતી, તેવા જ પ્રકારનું પુનરાવર્તન 2026માં જોવા મળ્યું છે.

બેઠકોનું ગણિત

સુરત મહાનગરપાલિકામાં કુલ 120 બેઠકોમાંથી ભાજપે 115 બેઠકો પર કબ્જો કર્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીને ફાળે માત્ર 4 અને કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે.

પાટીદાર ગઢમાં ગાબડું

સુરત મહાનગરપાલિકામાં 11 પાટીદાર પ્રભુત્વ ધરાવતા વોર્ડમાંથી 10 વોર્ડમાં ભાજપની પેનલ વિજયી થઈ છે. માત્ર વોર્ડ નંબર 17 માં 'આપ' નો વિજય થયો છે.

ચોર્યાસી તાલુકા પંચાયત

ચોર્યાસી તાલુકા પંચાયતમાં પણ ભાજપે 16 માંથી 14 બેઠકો જીતીને સત્તા મેળવી છે.


આ પણ વાંચો - Gujarat local body election result 2026: ભાજપનો કેસરીયો, મોરબી-વ્યારામાં ઉલટફેર અને 'આપ'નો પોશીનામાં પંજો, જાણો કોને મળી કેટલી બેઠક?


  • Follow us on: