લોકશાહીના સૌથી મોટા પર્વ સમાન ચૂંટણીના મતદાન બાદ અનેક જગ્યાએ રાજકીય ગરમાવો અને સંઘર્ષ જોવા મળતો હોય છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીં ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ રાજકીય સ્પર્ધાને બાજુ પર મૂકી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેમજ કાર્યકરો એકતાના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા.


ચાની ચુસ્કી સાથે રાજકીય ખટરાગનો અંત

સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન વિવિધ વિચારધારાઓ વચ્ચે ખેંચતાણ અને નિવેદનબાજી જોવા મળતી હોય છે, પરંતુ લાંબા ગામની આ બેઠક પર દ્રશ્યો કંઇક અલગ જ હતા. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ પક્ષના કાર્યકરો અને ઉમેદવારોએ એકસાથે બેસીને ચાની ચુસ્કી લીધી હતી અને હળવાશની પળો માણી હતી. "મતદાન પૂરું અને મનભેદ પૂરા"ના સૂત્રને અહીંના લોકોએ સાર્થક કરી બતાવ્યું છે.

સામાજિક એકતા અને ભાઈચારો સર્વોપરી

આ અનોખા મિલન દ્વારા કાર્યકરો અને ગ્રામજનોએ સમગ્ર રાજ્યમાં એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે કે, રાજકીય વિચારધારા ભલે અલગ-અલગ હોય, પણ ગ્રામ્ય સ્તરે સામાજિક એકતા અને ભાઈચારો હંમેશા સર્વોપરી રહેવો જોઈએ. લાંબા બેઠક દ્વારા આપવામાં આવેલો આ સંદેશ અત્યારે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.


આ પણ વાંચો - Local body election 2026: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, સાગર રબારીએ પક્ષમાંથી રાજીનામું આપ્યું


  • Follow us on: