મોરબીમાં આગામી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની ચૂંટણીઓને લઈ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મોરબી કલેક્ટર કિરણ ઝવેરીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતો આપી હતી કે, મોરબી જિલ્લામાં કુલ 7 લાખ 39 હજાર નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
857 બૂથ પર જડબેસલાક વ્યવસ્થા
ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે જિલ્લામાં 857 બૂથ બનાવવામાં આવ્યા છે. આ બૂથો પર કામગીરી માટે 4285 અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને મતદારો માટે બૂથ પર છાંયડો અને પીવાના પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર સહિતની અલગ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.













