• સુરતમાં લાઈટિંગ અને ભોજન તથા પ્રસાદીની વ્યવસ્થા
  • રાજકોટવાસીઓ 17મીથી કરશે અનેક કાર્યક્રમ
  • મહંતકમલ નયનદાસજી રાજકોટમાં પધાર્યા

અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ધાટન 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યું છે. આ સમયે દેશવાસીઓમાં રામ લલાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશવાસીઓ અનેક રીતે આ કાર્યક્રમમાં ભાગીદાર થઈ રહ્યા છે.

સુરતીઓમાં જોવા મળી રહ્યો છે તૈયારીઓનો ધમધમાટ

સુરતમાં રામ જન્મભૂમિ ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેર જાણે કે રામમય બન્યું હોય તેવો માહોલ છે. સુરતીથી 50 ટકા ટેક્સટાઈલ માર્કેટમાં લાઈટિંગથી સજાવટ કરાઈ છે. કાપડ માર્કેટમાં પણ ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જોવા લાઈવ પ્રસારણ માટે 28 માર્કેટમાં એલઇડી મુકાશે. આ સિવાય સુરતના 14 અગ્રણીઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેનો આમંત્રણ મળ્યું છે. અલગ અલગ માર્કેટમાં 50000 લોકો માટે ભોજનની વ્યવસ્થા ઊભી કરાશે.

રાજકોટવાસીઓ 17મીથી કરશે અનેક કાર્યક્રમ

રાજકોટની વાત કરીએ તો અહીં રામલલાને માટે ભક્તોએ અનેક તૈયારીઓ કરી લીધી છે. ભવ્ય શોભાયાત્રા યોજાશે જેમાં હજારો ભક્તો જોડાશે. યાત્રા બાદ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો સાથે જ 18 મી તારીખે ભવ્ય આરતી અને રોજ 10 હજાર લોકો માટે પ્રસાદીની વ્યવસ્થા કરાઈ છે. આ સાથે રોજ રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાશે. 21 મીની રાતે ભવ્ય આતશબાજી રાતે 12 વાગ્યે થશે. આ સાથે જ આખું રાજકોટ ઝગમગશે.

અયોધ્યા મંદિરના મહંતકમલ નયનદાસજી રાજકોટમાં પધાર્યા

અયોધ્યા મંદિરના મહંતકમલ નયનદાસજી રાજકોટમાં પધાર્યા છે. રાજકોટમાં સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ સાથે મહંત કમલ નયનદાસજીના ઉતરાધિકારી નિત્ય કમલદાસજી પણ રાજકોટ પહોંચ્યા છે. રામ પધાર્યા મારે ઘરે કાર્યક્રમને લઈને વિવિધ કાર્યક્રમો અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવશે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રાજકોટ ખાતે આયોજિત થનારા કાર્યક્રમની વિગતો આપશે.

અયોધ્યા રામ મંદિરને લઈ અમદાવાદનું મહત્વનું યોગદાન

અમદાવાદમાં તૈયાર થયેલો ધ્વજદંડ અયોધ્યા પહોંચશે, સીએમ ભુપેન્દ્ર પટેલ ધ્વજ દંડનું પ્રસ્થાન કરાવશે. આ ધ્વજ ગોતાથી વૈષ્ણોદેવી સુધી ભવ્ય શોભાયાત્રા સાથે નીકળશે. ભરતભાઈ મેવાડા અને તેમની ટીમ દ્વારા ધ્વજ દંડ બનાવવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધ્વજદંડની પૂજા કરશે. એટલું જ નહીં મહા મંડલેશ્વર ઋષિભારતી બાપુ,જ્યોતિન્દ્રનાથ સહિતના સંતો મહંતોએ ગોતા પહોંચીને આ ધ્વજ દંડના દર્શન કર્યા હતા. 

  • Follow us on: