- આ આઈડિયાઝથી તમારા રિલેશનશિપમાં આવશે ફરી રોમાંચ
- બોરિંગ સંબંધમાં નવી ઉષ્મા ઉમેરાશે
- પાર્ટનર માટે કંઈપણ ફીલ ન કરતા હોવ તો આ ટિપ્સ અજમાવો
જ્યારે આપણે કોઈ નવા સંબંધોમાં આવીએ છીએ તો એમાં સારો એવો રોમાંચ હોય છે. એકબીજાની સાથે સમય પસાર કરવાનો આનંદ લેતા હોઈએ છીએ. પરંતુ સમયની સાથે આપણે સંબંધોમાં પ્રેમની અછત અનુભવવીએ છીએ. જ્યારે તમે પોતાના પાર્ટનરની સાથે હોવ છો તો ખાસ અનુભવ નથી થતો. દરેક સંબંધને આ સમયમાંથી પસાર થવું પડતું હોય છે. આ વિશે ફાલતુની વાતો વિચારવાના બદલે એવું જાણવાનો પ્રયાસ કરવો જોઈએ કે આને કંઈ રીતે દૂર કરાઈ શકે.
પોતાના પાર્ટનરને સંબંધો વિશે પોતાની ભાવના અંગે વાતચીત કરો. માત્ર વાતચીતથી કામ થશે. જો તમે વિચારી રહ્યા છો કે તમારો પાર્ટનર ચૂપચાપ તમારા વિચારોને સમજી જશે, તો ઘણીવાર નિરાશ થવું પડશે. તમારે પહેલ કરી મોકળાશથી જણાવું પડશે. તમને પડતી મુશ્કેલી અંગે પણ વાત કરો. આનાથી તમને ઘણી મળશે.
નવા સ્થળો પર ફરવા જાવ
ઘર, પરિવાર અને બાળકોની જવાબદારીઓને લીધે ઘણીવાર સંબંધો બોરિંગ બની જતા હોય છે. કારણ કે, આમાં ફસાઈ જવાને લીધે ઘણીવાર તમે તમારા પાર્ટનરને પહેલાની જેમ એટલો સમય નથી આપી શકતા. જેથી તમે આ જવાબદારીઓમાંથી બ્રેક લઈ શકો છે. તમે પોતાના પાર્ટનરને એક નવા સ્થળે ફરવા લઈ જાવ.
ગીફ્ટ
ગીફ્ટ કોણ પસંદ નહીં કરતું હોય. તમારા સંબંધોમાંથી ખોવાયેલા ચાર્મને પરત લાવી શકો છો. પોતાના મિત્રને તેની પસંદની ચીજો આપવી. તેની માટે મનપસંદ રેસિપી બનાવો, આ ઉપરાંત બહારગામ ફરવા જવાનો પ્લાન બનાવો. વધુમાં તેને એક ડેટ પર લઈ જઈને એક પ્રેમભર્યો પત્ર પણ લખો.
સમય પસાર કરો
સંબંધોમાં આવેલા બોરિંગપણાને દૂર કરવા માટે એકબીજાની સાથે જેટલો સમય પસાર કરો. જો તમે બંને એક જ કામ કરી રહ્યા છો તો સ્વભાવિક છે કે તમને સમયની કમી નડશે, પરંતુ તમે એકબીજાને સમય આપો. સાંજની ચા સાથે પીવાનો પ્રયાસ કરો. ફોન પર વ્યસ્ત રહેવા અથવા એકલા શોપિંગ કરવાના બદલે કોઈ ફિલ્મ જોવા અથવા સુંદર સિરીઝ જોવામાં એકસાથે સમય વીતાવો.