- ભારતે ટૂર્નામેન્ટમાં 6 માંથી 6 મેચ જીતી
- વર્લ્ડકપમાં ભારત પોઇન્ટ ટેબલમાં ટોપ પર
- અમારી પાસે સંતુલિત ટીમ: રોહિત શર્મા
ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ પણ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો રોકી શક્યું નથી. લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ લો સ્કોરિંગ મેચમાં પણ ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે, ભારતે ટૂર્નામેન્ટમાં 6 માંથી 6 મેચ જીતી લીધી છે અને 12 પોઈન્ટ મેળવી લીધા છે, અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે.
અમારી પાસે ઘણા મેચ વિનર
ભારતની જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ સૌથી પહેલા પોતાની ટીમના મેચ વિનિંગ ખેલાડીઓ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે, આ એક એવી મેચ હતી જેમાં અમને અમારી ટીમમાં ઘણા મેચ વિનર જોવા મળ્યા હતા. અમારા તમામ સિનિયર ખેલાડીઓએ યોગ્ય રીતે પોતાની જવાબદારી નિભાવીને ટીમને જીત અપાવી હતી.
અમે 30 રન ઓછા કર્યા
વર્લ્ડકપમાં પ્રથમ વખત બેટિંગ કરવા અંગે રોહિત શર્માએ કહ્યું કે, આ ટૂર્નામેન્ટની પ્રથમ પાંચ મેચમાં અને રન ચેઝ કર્યા હતા. પરંતુ આ મેચમાં અમારે પ્રથમ બેટિંગ કરવાની હતી જે અમારા માટે એત પડકાર હતો. અમે આ પિચ ઉપર સારા ટોટલ સુધી પહોંચવા માગતા હતા. મને લાગે છે કે અમે આ પિચ ઉપર 30 રન ઓછા કર્યા હતા. અમે શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવી હતી એ અમારા માટે સારૂ પાસુ નહતું. ઈંગ્લેન્ડના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી.
બોલરોએ પરિસ્થિતિનો સારો ઉપયોગ કર્યો
ભારતીય ટીમના કેપ્ટને નવા બોલ સાથે બોલિંગ વિશે આગળ વાત કરી અને કહ્યું, જ્યારે તમે નવી ઇનિંગ શરૂ કરો છો, ત્યારે તમે કોઈપણ રીતે શરૂઆત કરો છો. તેઓ વિકેટ લેવાનો પ્રયાસ કરે છે અને વિપક્ષી ટીમ પર દબાણ બનાવે છે. અમારા સીમરો પાસે સારો અનુભવ છે, જેથી તમે હંમેશા મહત્વની વિકેટ લેવા માટે તેમના પર ભરોસો રાખી શકો છો. અમારા સીમરોએ આજે બરાબર તે જ કર્યું હતું. તેઓએ પરિસ્થિતિનો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો હતો.
અમારી પાસે બોલિંગમાં સંતુલન
રોહિત શર્માએ ભારતના બોલિંગ એટેક વિશે વાત કરતા કહ્યું કે, "મને એવું લાગે છે. અમારી પાસે સારું સંતુલન છે, કેટલાક સારા સ્પિનરો છે અને સીમર પાસે આવી પરિસ્થિતિઓમાં ઘણો અનુભવ છે. ટીમમાંવિકલ્પો અને અનુભવ સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે બેટ્સમેનો બોર્ડ પર રન લગાવે, અને બોલરોને તેમનું કામ કરવાની તક આપે, જેથી તેઓ તેમનો જાદુ બતાવી શકે."