• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
  • લખનઉના ઈકાના સ્ટેડિયમમાં મેચ
  • પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચવાનો ભારતનો પ્રયાસ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ભારતની 100 રને જીત થઈ છે. આ જીત સાથે ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 50 ઓવર બાદ 9 વિકેટના નુકસાને 229 રન બનાવ્યા હતા. જેથી ઈંગ્લેન્ડને 230 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગોટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 129 રનમાં ઓલઆઉટ થઈ છે. આ જીત સાથે ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર બની છે. ભારત અત્યારે 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે, જો કે, સેમીફાઈનલમાં પહોંચવા માટે 14 પોઈન્ટની જરૂર હોય છે. આવી સ્થિતિમાં ભારત હજુ લીગ મેચમાં 3 મેચ રમશે. જે સાઉથ આફ્રિકા, નેધરલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમવામાં આવશે. જેમાંથી કોઈ 1 મેચમાં ભારતીય ટીમના જીતવાથી ભારતીય ટીમ સેમીફાઈનલમાં ક્વોલીફાઈ કરશે. સાથે જ આ હાર સાથે ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલની રેસમાં બહાર થઈ છે.

ઈંગ્લેન્ડની ઈનિંગ

101/8 (30 ઓવર)- ભારતના સ્ટાર ઓલરાન્ડર રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે ભારતને સફળતા અપાવી છે. જાડેજાએ 20 બોલમાં 10 રન કરનારા ક્રિસ વોક્સને આઉટ કર્યો છે અને કુલદીપ યાદવે 46 બોલમાં 27 રન કરનારા લિયામ લિવિગસ્ટોનને આઉટ કર્યો છે. અત્યારે ઈંગ્લેન્ડ માટે ડેવિડ વિલી 6 બોલમાં 1 રન કરીને અને આદિલ રાશિદ 3 બોલમાં 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 5 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ, મોહમ્મદ શમીએ 6 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ, કુલદીપ યાદવે 7 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 6 ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 6 ઓવરમાં 33 રન આપ્યા છે.

84/6 (25 ઓવર)-ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ઈંગ્લેન્ડે 6 વિકેટના નુકસાને 84 રન બનાવ્યા છે. જોની બેયરસ્ટો 23 બોલમાં 14, ડેવિડ મલાન 17 બોલમાં 16, જો રૂટ 1 બોલમાં શૂન્ય, બેન સ્ટોક્સ 10 બોલમાં શૂન્ય, જોસ બટલર 21 બોલમાં 10 અને મોઈન અલી 31 બોલમાં 15 રન કરીને આઉટ થયો છે. અત્યારે ઈંગ્લેન્ડ માટે લિયામ લિવિગસ્ટોન 38 બોલમાં 22 રન કરીને અને ક્રિસ 7 વોક્સ 1 બોલમાં રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 5 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ, મોહમ્મદ શમીએ 5 ઓવરમાં 5 રન આપીને 3 વિકેટ અને કુલદીપ યાદવે 5 ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 6 ઓવરમાં 33 અને રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 12 રન આપ્યા છે.

68/5 (20 ઓવર)- કુલદીપ યાદવે ભારતને સફળતા અપાવી છે. કુલદીપે 23 બોલમાં 10 રન કરનારા જોસ બટલરને આઉટ કર્યો છે. હવે ઈંગ્લેન્ડ માટે મોઈન અલી 24 બોલમાં 11 રન કરીને અને લિયામ લિવિંગસ્ટોન 22 બોલમાં 11 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવમાં આવે તો, બુમરાહે 5 ઓવરમાં 17 રન આપીને 2, શમીએ 4 ઓવરમાં 5 રન આપીને 2 અને કુલદીપે 4 ઓવરમાં 8 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 6 ઓવરમાં 33 અને રવિન્દ્ર જાડેજાએ 1 ઓવરમાં 3 રન આપ્યા છે. 

52/4 (15 ઓવર)- ઈંગ્લેન્ડના બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 5 ઓવરમાં ઈંગ્લેન્ડ માત્ર 12 રન કર્યા છે. ઈંગ્લેન્ડ માટે અત્યારે જોસ બટલર 22 બોલમાં 10 રન કરીને અને મોઈન અલી 17 બોલમાં 6 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, બુમરાહે 5 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ, મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 5 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 26 અને કુલદીપ યાદવે 1 ઓવરમાં 2 રન આપ્યા છે.

40/4 (10 ઓવર)- મોહમ્મદ શમીએ ભારતને ત્રીજી અને ચોથી સફળતા અપાવી છે. શમીએ 10 બોલમાં શૂન્ય રન કરનારા બેન સ્ટોક્સને અને 23 બોલમાં 14 રન કરનારા જોની બેયરસ્ટોને બોલ્ડ કર્યો છે. હવે ઈંગ્લેન્ડ માટે કેપ્ટન જોસ બટલર 6 બોલમાં 4 રન કરીને અને મોઈન અલી 3 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતનો બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 5 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ અને મોહમ્મદ શમીએ 3 ઓવરમાં 4 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 2 ઓવરમાં 18 રન આપ્યા છે. 

30/2 (5 ઓવર)- જસપ્રીત બુમરાહે ભારતને પ્રથમ 2 સફળતા અપાવી છે. બુમરાહે 17 બોલમાં 16 રન કરનારા ડેવિડ મલાનને અને 1 બોલમાં શૂન્ય રન કરનારા જો રૂટને આઉટ કર્યો છે. અત્યારે ઈંગ્લેન્ડ માટે જોની બેયરસ્ટો 12 બોલમાં 10 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 3 ઓવરમાં 11 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 2 ઓવરમાં 18 રન આપ્યા છે. 

ભારતની ઈનિંગ

229/9 (50 ઓવર)- ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં ભારતે 50 ઓવર બાદ 9 વિકેટના નુકસાને 229 રન બનાવ્યા છે. જેથી ઈંગ્લેન્ડને જીત માટે 230 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત માટે સૌથી વધુ 101 બોલમાં 87 રન કેપ્ટન રોહિત શર્માએ કર્યા છે, જ્યારે શુભમન ગિલે 13 બોલમાં 9, વિરાટ કોહલીએ 9 બોલમાં શૂન્ય, શ્રેયસ અય્યરે 16 બોલમાં 4, કેએલ રાહુલે 58 બોલમાં 39, સૂર્યકુમાર યાદવે 47 બોલમાં 49, રવિન્દ્ર જાડેજાએ 13 બોલમાં 8, મોહમ્મદ શમીએ 5 બોલમાં 1, જસપ્રીત બુમરાહે 25 બોલમાં 16 અને કુલદીપ યાદવે 13 બોલમાં 9 રન કર્યા છે. ઈંગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ડેવિડ વિલીએ 10 ઓવરમાં 45 રન આપીને 3 વિકેટ, ક્રિસ વોક્સે 9 ઓવરમાં 33 રન આપીને 2, આદિલ રાશિદે 10 ઓવરમાં 35 રન આપીને 2 અને માર્ક વુડે 9 ઓવરમાં 46 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત લિયામ લિવિગસ્ટોને 4 ઓવરમાં 29 અને મોઈન અલીએ 8 ઓવરમાં 37 રન આપ્યા છે.

195/7 (45 ઓવર)- રવિન્દ્ર જાડેજા 13 બોલમાં 8 અને મોહમ્મદ શમી 5 બોલમાં 1 રન કરીને આઉટ થયો છે. હવે ભારત માટે સૂર્યકુમાર યાદવ 43 બોલમાં 42 રન કરીને અને જસપ્રીત બુમરાહ 12 બોલમાં શૂન્ય રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ડેવિડ વિલીએ 9 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ, ક્રિસ વોક્સે 7 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ, આદિલ રાશિદે 10 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ અને માર્ક વુડે 7 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત લિયામ લિવિગસ્ટોને 4 ઓવરમાં 29 અને મોઈન અલીએ 8 ઓવરમાં 37 રન આપ્યા છે.

180/5 (40 ઓવર)- ભારતીય કેપ્ટન રોહિત શર્મા 101 બોલમાં 87 રન કરીને આઉટ થયો છે. હવે ભારત માટે સૂર્યકુમાર યાદવ 32 બોલમાં 30 રન કરીને અને રવિન્દ્ર જાડેજા 11 બોલમાં 7 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ડેવિડ વિલીએ 8 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ, ક્રિસ વોક્સે 7 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ અને આદિલ રાશિદે 8 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત માર્ક વુડે 5 ઓવરમાં 24, લિયામ લિવિગસ્ટોને 4 ઓવરમાં 29 અને મોઈન અલીએ 8 ઓવરમાં 37 રન આપ્યા છે.

155/4 (35 ઓવર)- ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ 58 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે કેપ્ટન રોહિત શર્મા 96 બોલમાં 85 રન કરીને અને સૂર્યકુમાર યાદવ 18 બોલમાં 18 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ડેવિડ વિલીએ 8 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ અને ક્રિસ વોક્સે 7 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત આદિલ રાશિદે 6 ઓવરમાં 22, માર્ક વુડે 5 ઓવરમાં 24, લિયામ લિવિગસ્ટોને 4 ઓવરમાં 29 અને મોઈન અલીએ 5 ઓવરમાં 19 રન આપ્યા છે.

131/3 (30 ઓવર)- ઈંગ્લેન્ડના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. 15 ઓવરથી ઈંગ્લેન્ડને એક પણ સફળતા મળી નથી. અત્યારે ભારત માટે કેપ્ટન રોહિત શર્મા 86 બોલમાં 79 રન કરીને અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ 56 બોલમાં 39 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ડેવિડ વિલીએ 5 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ અને ક્રિસ વોક્સે 7 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી છે,. આ ઉપરાંત આદિલ રાશિદે 6 ઓવરમાં 22, માર્ક વુડે 5 ઓવરમાં 24, લિયામ લિવિગસ્ટોને 4 ઓવરમાં 29 અને મોઈન અલીએ 3 ઓવરમાં 13 રન આપ્યા છે.

100/3 (25 ઓવર)- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ભારતે 3 વિકેટના નુકસાને 100 રન બનાવ્યા છે. ભારતનો ઓપનર શુભમન ગિલ 13 બોલમાં 9 રન કરીને, વિરાટ કોહલી 9 બોલમાં શૂન્ય રનમાં અને શ્રેયસ અય્યર 16 બોલમાં 4 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે કેપ્ટન રોહિત શર્મા 69 બોલમાં 57 રન કરીને અને કેએલ રાહુલ 43 બોલમાં 30 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ડેવિડ વિલીએ 5 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ અને ક્રિસ વોક્સે 7 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી છે,. આ ઉપરાંત આદિલ રાશિદે 6 ઓવરમાં 22, માર્ક વુડે 5 ઓવરમાં 24 અને લિયામ લિવિગસ્ટોને 2 ઓવરમાં 11 રન આપ્યા છે. 

73/3 (20 ઓવર)- ભારતીય બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલી, શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના રૂપે 3 વિકેટ ગુમાવી છે. અત્યારે ભારત માટે કેપ્ટન રોહિત શર્મા 56 બોલમાં 44 રન કરીને અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ 26 બોલમાં 16 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ડેવિડ વિલીએ 5 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ અને ક્રિસ વોક્સે 7 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત આદિલ રાશિદે 5 ઓવરમાં 17 અને માર્ક વુડે 3 ઓવરમાં 13 રન આપ્યા છે.

50/3 (15 ઓવર)- ભારતને ફરી એક ઝટકો લાગ્યો છે. શ્રેયસ અય્યર 16 બોલમાં 4 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે કેપ્ટન રોહિત શર્મા 45 બોલમાં 33 રન કરીને અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ 7 બોલમાં 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ડેવિડ વિલીએ 5 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ અને ક્રિસ વોક્સે 7 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત આદિલ રાશિદે 7 ઓવરમાં 7 રન આપ્યા છે.

35/2 (10 ઓવર)- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી મેચમાં ભારતીય ટીમે ખરાબ શરૂઆત કરી છે. ભારતનો સ્ટાર ઓપનર શુભમન ગિલ 13 બોલમાં 9 રન કરીને અને વિરાટ કોહલી 9 બોલમાં શૂન્ય રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે કેપ્ટન રોહિત શર્મા 30 બોલમાં 24 રન કરીને અને શ્રેયસ અય્યર 8 બોલમાં 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ડેવિડ વિલીએ 5 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ ક્રિસ વોક્સે 5 ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ લીધી છે.

27/1 (5 ઓવર)- ભારતીય ટીમને ઈનિંગની ચોથી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો છે. ટીમનો ઓપનર શુભમન ગિલ 13 બોલમાં 9 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે કેપ્ટન રોહિત શર્મા 13 બોલમાં 18 રન કરીને અને વિરાટ કોહલી 4 બોલમાં 0 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ડેવિડ વિલીએ 3 ઓવરમાં 19 રન આપ્યા છે. આ ઉપરાંત ક્રિસ વોક્સે 2 ઓવરમાં 8 રન આપીને 1 વિકેટ લીધી છે.

ઈંગ્લેન્ડ અને ભારત વચચે રમાતી વર્લ્ડકપની મેચ શરૂ થઈ છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી ભારત માટે કેપ્ટન રોહિત શર્મા અને ઓપનર શુભમન ગિલ ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારત અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 5 મેચ રમ્યું છે. આ તમામ મેચમાં જીત સાથે ભારત અત્યારે પોઈન્ટ ટેબલમાં નંબર 2 પર છે.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ICC વનડે વર્લ્ડકપ 2023ની 29મી મેચ આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ મેચ માટે ટોસ થયો છે. જે ઈંગ્લેન્ડે જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં રમાશે. ઉલ્લેખનીય છે કે, ભારત અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જેથી આજની મેચ જીતીને ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચવાનો પ્રયાસ કરશે, જ્યારે ઈંગ્લેન્ડ ટૂર્નામેન્ટમાં પોતાની બીજી જીત મેળવવા માટે પ્રયાસ કરશે.

આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડકપની 29મી મેચ રમાશે. આ મેચ લખનઉના અટલ બિહારી ઈકાના સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ઈંગ્લેન્ડને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાનો પ્રયાસ કરશે, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ ટૂર્નામેન્ટમાં પોતાની બીજી જીત મેળવવા માટે મેદાને ઉતરશે.

વેધર રિપોર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લખનઉમાં આજે તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેશે. ક્રિકેટ ફેન્સ માટે સારી વાત એ છે કે આજે વરસાદની કોઈ શક્યતા નથી. આ ઉપરાંત ભેજનું પ્રમાણ 40 ટકા રહેવાની ધારણા છે.

ભારત-ઈંગ્લેન્ડ હેડ ટૂ હેડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી વનડેની 106 મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમની 57 મેચમાં અને ઈંગ્લેન્ડની ટીમની 54 મેચમાં જીત થઈ છે. સાથે 2 મેચ ડ્રો અને 3 મેચનું પરિણામ આવ્યું નથી. જેથી આજની મેચમાં ભારતીય ટીમનું પલડું ભારે લાગી રહ્યું છે.

પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ ક્યાં છે?

જોસ બટલરની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. ઈંગ્લેન્ડના 5 મેચમાં માત્ર 2 પોઈન્ટ છે. અત્યાર સુધી આ ટીમને 4 હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે તે 1 મેચ જીતવામાં સફળ રહી છે. આ સાથે જ સાઉથ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. સાઉથ આફ્રિકાના 6 મેચમાં 10 પોઈન્ટ છે. જો કે, ભારતીય ટીમના પણ 10 પોઈન્ટ છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે સાઉથ આફ્રિકાની ટીમ ટોપ પર છે. જો ભારતીય ટીમ ઈંગ્લેન્ડને હરાવવામાં સફળ રહેશે તો તે ફરી એકવાર પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી જશે.


બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ભારત-રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ

ઈંગ્લેન્ડ- જોની બેયરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર(કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રાશિદ, માર્ક વુડ


  • Follow us on: