- રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે મેચ
- લખનઉના ઈકાના સ્ટેડિયમમાં બંને ટીમ આવશે આમને-સામને
- ઈંગ્લેન્ડ વિરુદ્ધ રોહિત શર્મા પોતાના નામે કરી શકે 2 રેકોર્ડ
વનડે વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ પોતાની આગામી મેચ 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સાથે લખનઉના ઈકાના સ્ટેડિયમમાં રમશે. આ ટૂર્નામેન્ટમાં આ ભારતની છઠ્ઠી મેચ હશે અને અત્યાર સુધી ભારતીય ટીમ પોતાની તમામ મેચ જીતી છે. વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા કમાલના ફોર્મમાં જોવા મળી રહ્યો છે. હવે રોહિત સામે 2 રેકોર્ડ છે. જે રોહિત શર્મા તોડી શકે છે. આ મેચમાં રોહિત વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના રેકોર્ડને તોડી શકે છે.
રોહિતના નિશાને 2 રેકોર્ડ
વર્લ્ડકપ 2023માં રોહિત શર્માએ અત્યાર સુધી 311 રન બનાવ્યા છે. આ મેચમાં જો રોહિત 57 રન કરશે, તો તે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાખશે. ઉલ્લેખનીય છે કે, ગિલે 301 મેચની 294 ઈનિંગમાં 10 હજાર 480 રન બનાવ્યા છે, જ્યારે બીજી તરફ રોહિત શર્માએ 256 મેચની 248 ઈનિંગમાં 10 હજાર 423 રન બનાવ્યા છે. હવે રોહિત આ રેકોર્ડ તોડવાથી માત્ર 1 કદમ દૂર છે. આ પહેલાં રોહિતે ગેલના સૌથી વધુ સિક્લ ફટકારવાનો રેકોર્ડ તોડ્યો હતો.
રોહિત શર્મા 18 હજાર રન કરી શકે પૂર્ણ
આ ઉપરાંત ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી મેચમાં રોહિત શર્મા પાસે 18 હજાર રન પૂર્ણ કરવાની તક છે. અત્યારે રોહિતના નામે 456 મેચની 476 ઈનિંગમાં 17 હજાર 953 રન છે. જો રોહિત શર્મા આ મેચમાં 47 રન કરશે, તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 હજાર રન બનાવનારા બેટ્સમેનના ખાસ ક્લબમાં સામેલ થઈ જશે. અત્યારે રોહિત શર્મા જે ફોર્મમાં છે, તેને જોઈને લાગી રહ્યું છે કે, રોહિત આ મેચમાં આ બંને રેકોર્ડ તોડશે. વર્લ્ડકપ 2023માં રોહિત અત્યાર સુધી એક સદી ફટકારી ચૂક્યો છે.
ટીમ ઈન્ડિયાનું સેમીફાઈનલમાં પહોંચવું નક્કી
ટીમ ઈન્ડિયા પોતાની તમામ મેચમાં જીત સાથે અત્યારે પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે નંબર વન પર છે. અહીંથી ટીમ ઈન્ડિયાનું સેમીફાઈનલમાં પહોંચવું ખુબ સરળ છે. હજુ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ 2023માં 4 લીગ મેચ રમશે. ટીમ ઈન્ડિયા આ મેચ સાઉથ આફ્રિકા, નેધરલેન્ડ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામે રમશે.