• રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે મેચ
  • ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ પહેલાં ભારતીય ખેલાડીઓએ કરી ખાસ તૈયારી
  • કોહલી અને ગિલે નેટમાં બોલિંગની પ્રેક્ટિસ કરી

ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ પહેલાં ભારતીય ટીમ તૈયાર છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે આ મેચ રમી શકશે નહીં. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પંડ્યાની ગેરહાજરીમાં નવા પ્લાન સાથે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમવા મેદાને ઉતરશે. બાંગ્લાદેશ વિરુદ્ધ ઈજાગ્રસ્ત થયા બાદ પંડ્યા હજુ સ્વસ્થ થયો નથી. જેથી ભારતના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ નેટમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, રોહિતની સેના ઈંગ્લેન્ડ વિરુદ્ધ માસ્ટર પ્લાન બનાવી રહી છે.

ભારતના 6 ખેલાડી કરી શકશે સ્પિન બોલિંગ

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમારને તક આપવામાં આવી હતી. સાથે શાર્દુલ ઠાકુરના સ્થાને મોહમ્મદ શમીને તક આપવામાં આવી હતી. આ દરમિયાન ટીમમાં માત્ર 5 બોલર હતા. ટીમ પાસે છઠ્ઠા બોલરનો કોઈ વિકલ્પ હતો નહીં. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા આ ભૂલ કરશે નહીં. જેથી કેપ્ટન રોહિત શર્માએ પંડ્યાની જગ્યાએ 4 ઓલરાઉન્ડરને તૈયાર કરવાની તૈયારી શરૂ કરી છે. જે જરૂર પડ્યે બોલિંગથી કમાલ કરી શકશે.

મેચ જીતવા પર ભારત સેમીફાઈનલમાં પહોંચશે

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ માસ્ટર પ્લાન લઈને મેદાનમાં ઉતરશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધની મેચ મોટી છે. ભારતીય ટીમ આ મેચ પોતાના નામે કરીને સીધી સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. હાર્દિક પંડ્યા પણ હજુ ફિટ થયો નથી. જેથી ભારત છઠ્ઠા બોલરનો વિકલ્પ રાખશે. આ કારણે ટીમ ઈન્ડિયાના તમામ બેટ્સમેન નેટ પર બોલિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

  • Follow us on: