- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વોર્મઅપ મેચ
- બંને ટીમ વર્લ્ડકપ માટે કરશે તૈયારી
- ભારતે ટોસ જીતીને બેટિંગ પસંગ કરી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડકપની વોર્મઅપ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચથી ભારત અને ઈંગ્લેન્ડ પોતાની પ્રથમ વોર્મઅપ મેચ રમશે. વર્લ્ડકપ પહેલા આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની રહેશે.
ટોસ બાદ ભારતીય કેપ્ટને શું કહ્યું?
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ બાદ કહ્યું કે, અમે પહેલા બેટિંગ કરીશું. કોઈ ખાસ કારણ નથી, અહીં ખૂબ જ ગરમી છે. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે, અમારા બોલરો ફ્રેશ રહે અને લાઇટ હેઠળ બોલિંગ કરે જે તેમના માટે મુશ્કેલ ન હોય. કારણ કે, અમે હમણાં થોડા સમયથી સતત ક્રિકેટ રમી રહ્યા છીએ. રોહિતે વધુમાં કહ્યું કે, અમારે માત્ર સારું ક્રિકેટ રમવું છે, અમે તાજેતરમાં 7-8 મેચ રમી છે. અમે 8 ઓક્ટોબર સુધી ખેલાડીઓ ફ્રેશ રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ટોચની ટીમોમાંથી એક સામે રમી રહ્યા છીએ અને દરેક ખેલાડી સંપૂર્ણ ફિટ છે.
ટોસ બાદ ઈંગ્લેન્ડના કેપ્ટને શું કહ્યું?
ટોસ બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે કહ્યું કે, રોમાંચક વર્લ્ડકપ પહેલા ભારતમાં હોવું, તે અમારા માટે મેદાનમાં ઉતરવું અને આગળ વધવું છે. અહીં સુધી પહોંચવા માટે અમારે લાંબી મુસાફરી કરવી પડી હતી. આજે અમે થોડા સાવધાન રહીશું. અમારી પાસે રમતનો ઘણો અનુભવ છે, આ રમત સાથેની દરેક વસ્તુ અમારી વર્લ્ડકપની પ્રથમ મેચની તૈયારી માટે છે. અમારી પાસે ઘણા એવા ખેલાડીઓ છે જેમણે ભારતમાં ઘણી બધી IPLC રમી છે અને આજે તે ખૂબ ઉત્સાહિત છે. અમારા તમામ ખેલાડીઓ ફિટ છે.
વોર્મઅપ મેચ માટે બંને દેશની ટીમ-
ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ(વિકેટકીપર), શ્રેયસ અય્યર, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, આર.અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ
ઈંગ્લેન્ડ-જોસ બટલર(કેપ્ટન), મોઈન અલી, ગસ એટકિંસન, જોની બેયરસ્ટો, સેમ કરન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, જો રૂટ, હૈરી બ્રૂક, બેન સ્ટોક્સ, રીસ ટોપલે, ડેવિડ વિલી, માર્ક વુડ, ક્રિસ વોક્સ.