•  ઓક્ટોબરથી ભારતમાં વર્લ્ડ કપ 2023ની શરુઆત થશે
  • આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે પહેલી વોર્મ-અપ મેચ
  • ઇંગ્લેન્ડ સામે ઈન્ડિયાની પ્લેઇંગ ઈલેવન આવી હોઈ શકે છે

ભારતીય ટીમ આજે ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ મેચ ODI વર્લ્ડ કપ પહેલા રમાનારી વોર્મ-અપ મેચોમાં રમશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ઈંગ્લેન્ડ સામે રમાનાર આ મેચમાં ટીમ ઈન્ડિયા પોતાની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે એન્ટ્રી કરી શકે છે. આ મેચ દ્વારા ભારત વર્લ્ડ કપની તૈયારીઓને આખરી ઓપ આપી શકે છે, કારણ કે ટીમની આગામી વોર્મ-અપ મેચ નેધરલેન્ડ સામે હશે.

ઈંગ્લેન્ડ સામે ભારતની પ્લેઈંગ ઈલેવન આવી હોઈ શકે છે

શુભમન ગિલ ટોપ ઓર્ડરમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. જ્યારે વિરાટ કોહલી ત્રીજા નંબર પર જોવા મળશે. ત્યારબાદ શ્રેયસ અય્યર ચોથા નંબર પર આવી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝમાં અય્યરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં તે વર્લ્ડ કપમાં રમશે તે નિશ્ચિત છે. જ્યારે કેએલ રાહુલ વિકેટકીપર તરીકે પાંચમા નંબર પર જોવા મળી શકે છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છઠ્ઠા નંબરનું સ્થાન સંભાળી શકે છે. આ સિવાય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાતમા નંબર પર જોવા મળશે તે નિશ્ચિત છે.

બોલિંગ ડિપાર્ટમેન્ટમાં કુલદીપ સંભાળી શકે છે કમાન

બોલિંગ વિભાગની શરૂઆત કુલદીપ યાદવથી થઈ શકે છે. છેલ્લી ક્ષણે ટીમમાં સામેલ થયેલા અશ્વિનને તક મળવી મુશ્કેલ લાગી રહી છે. ભારત ઈંગ્લેન્ડ સામે ત્રણ ફાસ્ટ બોલર સાથે જઈ શકે છે. ફાસ્ટ બોલરોમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજનું રમવાનું નિશ્ચિત છે. આઠમા નંબર પર શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમીને લઈને સમસ્યા થઈ શકે છે. જો ટીમ 8મા નંબર પર બેટિંગ કરવા માટે કોઈ ખેલાડીની શોધમાં છે તો શાર્દુલની પસંદગી થઈ શકે છે. જ્યારે ટીમ તેમને બોલરના દૃષ્ટિકોણથી જોશે તો મોહમ્મદ શમી આવી શકે છે.

ઈંગ્લેન્ડ સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી/શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

  • Follow us on: