- 29 ઓક્ટોબરે ભારતીય ટીમ વર્લ્ડકપની છઠ્ઠી મેચ રમશે
- ઈંગ્લેન્ડ અને ભારત આવશે આમને-સામને
- ઈંગ્લેન્ડ વિરુદ્ધ આર.અશ્વિનને ટીમમાં મળી શકે સ્થાન
વનડે વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની આગામી મેચ 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ યોજાશે. આ મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનને લઈ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. જેમાં એવી અટકળ પણ લગાવવમાં આવી રહી છે કે, પ્લેઈંગ ઈલેવનમાં આર.અશ્વિનને તક મળશે.
આર.અશ્વિનને તક મળે તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ થનારી મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્પિન બોલર આર.અશ્વિનની વાપસીની આશા વધી ગઈ છે. હવે સવાલ એ છે કે, જો આ મેચ માટે આર.અશ્વિનની વાપસી થશે, તો ક્યા ખેલાડીનું પત્તું કટ થશે.?
ક્યા ખેલાડીનું પત્તું કપાશે!
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ લખનઉમાં રમવામાં આવશે. અહીંની પિચ સ્પિન બોલરને ખુબ મદદ કરે છે. આવી સ્થિતિમાં આર.અશ્વિનની પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, અશ્વિન હજુ ટૂર્મામેન્ટમાં માત્ર 1 મેચ રમ્યો છે. અશ્વિનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવામાં આવેલી મેચમાં તક આપવામાં આવી હતી. તે મેચમાં અશ્વિને 36 રન આપીને 1 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અશ્વિને ડ્રોપ કરાયો
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ બાદ અશ્વિનને ડ્રોપ કરવામાં આવ્યો હતો. સાથે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચમાં હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે મોટો સવાલ એ છે કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ કયા ખેલાડીને ડ્રોપ કરવામાં આવશે.
અશ્વિનનો રેકોર્ડ શાનદાર
ઉલ્લેખનીય છે કે, આર.અશ્વિનને વનડે ક્રિકેટનો ખુબ અનુઊન છે. અશ્વિન ભારત માટે 116 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. જેમાં અશ્વિને 156 વિકેટ લીધી છે. અશ્વિન અનેક મેચમાં સારી બેટિંગ પણ કરી ચૂક્યો છે. જેથી ઈકાનાની સ્લો પિચ પર બોલિંગમાં અશ્વિનનો જાદૂ જોવા મળી શકે છે.