• આવતીકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
  • લખનઉના ઈકાના સ્ટેડિયમમાં બંને ટીમ આવશે આમને-સામને
  • રાહુલ દ્રવિડે પિય ક્યૂરેટરને ઘાસ કાપવા કહ્યું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે વર્લ્ડકપ 2023ની 29મી મેચ રમવામાં આવશે. આ મેચ લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમવામાં આવશે. ભારત અત્યારે તમામ મેચમાં જીત સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 2 પર છે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ હજુ માત્ર 1 મેચ જીતી છે.

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ માટે ગંભીર

વર્લ્ડકપમાં મજબૂત સ્થિતિમાં હોવા છતાં ટીમ ઈન્ડિયા આ મેચ માટે ગંભીર છે અને જીત મૂમેંટમને યથાવત્ રાખવાનો પ્રયાસ કરવા માંગશે. આ કારણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સાથે કોચ રાહુલ દ્રવિડ અને અન્ય ખેલાડીઓએ લખનઉની પિચનું નિરીક્ષણ કર્યું અને પછી કોચ રાહુલ દ્રવિડે લખઉની પિચના ક્યૂરેટર રાજીવ અગ્રવાલ પાસે ખાસ માંગ કરી છે.

દ્રવિડે પિચ ક્યૂરેટર પાસે કરી માંગ

રાહુલ દ્રવિડે પિચ ક્યૂરેટરને લખનઉની ઈકાના પિચ પરનું ઘાસ કાપવાનું કહ્યું છે. જો આવું થાય તો રવિવારે યોજાનારી આ મેચમાં ઘણા રન બનાવી શકાય છે. ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ બંનેમાં ખૂબ જ ખતરનાક બેટ્સમેન છે. જેથી લખનઉની પિચ પર 300 કે તેથી વધુ રન બનાવવાની પણ અપેક્ષા છે. સાથે આ વર્લ્ડકપમાં અત્યાર સુધી લખનઉની પિચ પર રમાયેલી તમામ મેચમાં ફાસ્ટ બોલરોની પણ મદદ મળી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એવું લાગે છે કે રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શાનદાર મેચ થઈ શકે છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 300 રન બનાવી શકે છે અને બીજી ટીમ તે સ્કોરનો પીછો કરીને મેચ જીતી શકે છે.

  • Follow us on: