• વિરાટ કોહલીની બાળપણની ક્યુટ તસવીર થઇ વાયરલ
  • કોહલીએ એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરી ટીકાકારોને ચૂપ કર્યા
  • T20 ઈન્ટરનેશનલમાં કોહલીએ પોતાની પ્રથમ સદી પણ ફટકારી

વિરાટ કોહલી ફોર્મમાં પરત ફર્યો છે. તાજેતરમાં જ તેણે T20 એશિયા કપમાં એક સદી અને 2 અડધી સદી ફટકારી હતી. જો કે ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી શકી નથી. વિરાટ કોહલીએ બેટથી શાનદાર પ્રદર્શન કરીને ટીકાકારોને ચૂપ કરી દીધા છે. તેણે T20 એશિયા કપ 2022 પહેલા લગભગ એક મહિનાનો બ્રેક લીધો હતો. આવી સ્થિતિમાં તેના પર એશિયા કપમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ હતું. તેણે T20 ટૂર્નામેન્ટમાં એક સદી અને 2 અડધી સદી ફટકારી હતી. તે હજુ પણ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. જોકે, ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચવામાંથી ચૂકી ગઈ હતી. સુપર-4માં તે શ્રીલંકા અને પાકિસ્તાન સામે હારી ગયો હતો. કોહલીએ પ્રથમ વખત T20 ઇન્ટરનેશનલમાં અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 1021 દિવસ બાદ સદી ફટકારી હતી.


કોહલીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

આ દરમિયાન વિરાટ કોહલીની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં તેણે લખ્યું હતું કે, ખાઓ, પીઓ, એશ કરો, દોસ્તો, કોઈનું દિલ ન દુભાવશો. ફોર્મમાં પરત ફર્યા બાદ કોહલીએ ટીમના ઘણા ખેલાડીઓ પર સવાલો પણ ઉઠાવ્યા છે. તાજેતરમાં જ વાતચીત દરમિયાન તેણે કહ્યું હતું કે જ્યારે તેણે ટેસ્ટની કેપ્ટન્સી છોડી હતી ત્યારે જ એમએસ ધોનીનો મેસેજ આવ્યો હતો.


ટુંક સમયમાં વર્લ્ડકપની ટીમ જાહેર કરવામાં આવશે

આગામી મહિનાથી ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડકપની મેચો યોજાવાની છે. 16 ઓક્ટોબરથી શરૂ થનારી ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. એશિયા કપ દરમિયાન બીજી ઈનિંગમાં બોલિંગ કરતી વખતે ફાસ્ટ બોલરો વધુ સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. આવી સ્થિતિમાં પૂર્વ કોચ રવિ શાસ્ત્રીથી લઈને ગૌતમ ગંભીર સુધી ફરી એકવાર મોહમ્મદ શમીને ટીમમાં બોલાવવાની માંગ કરવામાં આવી રહી છે. ભારતીય ટીમ 9 વર્ષથી ICC ટ્રોફીની રાહ જોઈ રહી છે. ટીમે છેલ્લે 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પર દબાણ રહેશે.

  • Follow us on: