• IOCએ IOAને સસ્પેન્ડ કરવાની અંતિમ ચેતવણી જારી કરી
  • કાર્યકારી સમિતિએ લુસાને ખાતેની બેઠકમાં લીધો નિર્ણય
  • સસ્પેન્ડ થશે તો ભારતીય એથ્લેટ્સ ઓલિમ્પિકમાં ભાગ લઈ શકશે નહીં

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિએ (IOC) ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનને (IOA) સસ્પેન્ડ કરવાની અંતિમ ચેતવણી જારી કરી ચૂક્યું છે. IOCની કાર્યકારી સમિતિએ લુસાને ખાતે યોજાયેલી બેઠક દરમિયાન નિર્ણય લીધો હતો કે જો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન ચાલુ વર્ષના ડિસેમ્બર સુધીમાં પોતાના વિવાદોને ઉકેલશે નહીં અને નવેસરથી ચૂંટણી યોજશે નહીં તો તેને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરી દેવામાં આવશે.


સસ્પેન્ડ થશે તો મોટું નુકસાન

જો IOA સસ્પેન્ડ થશે તો ભારતીય એથ્લેટ્સ 2024ની પેરિસ ઓલિમ્પિક સહિત કોઈ પણ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. આ ઉપરાંત IOAએ આગામી વર્ષના મે મહિનામાં મુંબઇ ખાતે યોજાનારી IOCની બેઠકની યજમાની પણ ભારત પાસેથી છીનવી લેવાની ચેતવણી આપી છે.


આર્થિક મદદ પણ રોકી દેવાની ધમકી આપી

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિએ IOAના ઇન્ટ્રિમ પ્રમુખ કે કાર્યકારી પ્રમુખના હોદ્દાને પણ સ્વીકારવાનો ઇનકાર કરીને તમામ પાવર્સ જનરલ સેક્રેટરી રાજીવ મહેતાને સોંપી દીધા છે. હાલમાં અનિલ ખન્ના IOAના ઇન્ટ્રિમ પ્રમુખ છે. આ ઉપરાંત IOCએ ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનને આર્થિક મદદને પણ રોકી દેવાની ધમકી આપી છે. અગાઉ 2013-14માં પણ IOA સસ્પેન્ડ થઈ ચૂક્યું છે.

  • Follow us on: