• ગત T20 વર્લ્ડકપમાં પણ હેડન પાક. ટીમનો મેન્ટર હતો
  • હેડન 15મી ઓક્ટોબરથી બ્રિસબેન ખાતે ટીમ સાથે જોડાશે
  • દ.આફ્રિકાના ફિલાન્ડરની બોલિંગ સલાહકાર તરીકે વરણી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયા ખાતે ચાલુ વર્ષના અંત ભાગમાં રમાનારા ICC T20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર મેથ્યૂ હેડનની નેશનલ ટીમના મેન્ટર તરીકે વરણી કરી છે.


15મી ઓક્ટોબરથી ટીમ સાથે જોડાશે

હેડને જણાવ્યું હતું કે પાકિસ્તાન ટીમમાં ઘણા સારા મેચવિનર છે અને તેઓ વર્લ્ડકપમાં સારો દેખાવ કરી શકે છે. હેડન ગયા વર્ષે UAE ખાતે રમાયેલા T20 વર્લ્ડકપમાં પણ પાક. ટીમનો મેન્ટર હતો. ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. PCBએ જણાવ્યું હતું કે હેડન 15મી ઓક્ટોબરથી બ્રિસબેન ખાતે ટીમ સાથે જોડાશે. આ દિવસે પાકિસ્તાનની ટીમ ક્રાઇસ્ટ ચર્ચથી બ્રિસબેન પહોંચશે. ગયા વર્લ્ડકપમાં PCBએ સાઉથ આફ્રિકાના વર્નોન ફિલાન્ડરની બોલિંગ સલાહકાર તરીકે વરણી કરી હતી.

  • Follow us on: