- એશિયા કપમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાન મેચ વખતે બની ઘટના
- આસિફે ફરીદને મુક્કો માર્યો, બેટ મારવાનો પ્રયત્ન કર્યો
- બંને ખેલાડીઓની 25-25 ટકા મેચ ફી કાપવામાં આવશે
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપના સુપર-4 તબક્કાની મેચ તનાવભરી બની હતી અને મેચ દરમિયાન અફઘાન બોલર ફરીદ એહમદ અને પાકિસ્તાની બેટ્સમેન આસિફ અલી એકબીજા સાથે બોલાચાલીમાં ઉતર્યા હતા. ત્યારબાદ આસિફે ફરીદને મુક્કો માર્યો હતો અને તેને બેટ મારવા માટે ઉગામ્યું હતું. બંને ખેલાડીઓ વધારે પડતા આક્રમક બન્યા હતા અને આઇસીસીએ બંનેને 25-25 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો હતો.














