બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સાચો સાબિત થયો હતો. બાંગ્લાદેશની ટીમ માત્ર 127 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમે આ લક્ષ્યનો ખૂબ જ સરળતાથી પીછો કર્યો. ટીમ ઈન્ડિયા માટે હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ સિરીઝમાં 1-0થી લીડ લેવામાં સફળ રહી હતી.


મયંક યાદવ અને નીતિશ રેડ્ડીએ ડેબ્યૂ કર્યું

બાંગ્લાદેશ સામેની પ્રથમ T20 મેચમાં IPL બોલર મયંક યાદવ અને નીતિશ કુમાર રેડ્ડીને ડેબ્યૂ કર્યું હતું. આ સાથે, અત્યાર સુધીમાં 117 ખેલાડીઓએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી ડેબ્યૂ કર્યું છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા ખેલાડીઓની સૌથી વધુ સંખ્યા મેળવવામાં ભારત પ્રથમ સ્થાને પહોંચી ગયું છે અને તેણે પાકિસ્તાનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. પાકિસ્તાન તરફથી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં કુલ 116 ખેલાડીઓ રમી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રીજા નંબર પર છે. અત્યાર સુધીમાં કુલ 111 ખેલાડીઓ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરી ચૂક્યા છે.

T20I ક્રિકેટમાં સૌથી વધુ ડેબ્યુ કરનારી ટીમોની યાદી

  • ભારતીય ટીમઃ 117
  • પાકિસ્તાન-116
  • ઓસ્ટ્રેલિયા- 111
  • શ્રીલંકા- 108
  • સાઉથ આફ્રિકા- 107
  • ઈંગ્લેન્ડ- 104
  • ન્યુઝીલેન્ડ-103

વરુણ ચક્રવર્તીએ કરી અદભૂત બોલિંગ

22 વર્ષના મયંક યાદવે પોતાની ડેબ્યૂ મેચમાં જ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે તેની T20 ઈન્ટરનેશનલ કારકિર્દીની પ્રથમ ઓવરમાં મેડન ફેંકી હતી. આ પછી તેણે બીજી ઓવરમાં વિકેટ લીધી. ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં 3 વર્ષ બાદ વાપસી કરનાર વરુણ ચક્રવર્તીએ ત્રણ વિકેટ ઝડપી હતી. તેના સિવાય અર્શદીપ સિંહે 3.5 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશી બેટ્સમેનોને આ બોલરો સામે કોઈ સફળતા મળી ન હતી અને ટીમ સંપૂર્ણ 20 ઓવર પણ રમી શકી ન હતી.

હાર્દિક પંડ્યાએ શાનદાર ઇનિંગ રમી હતી

સંજુ સેમસને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે 29 રન બનાવ્યા હતા. તેના સિવાય કેપ્ટન સૂર્યકુમાર યાદવે 14 બોલમાં 29 રન બનાવ્યા જેમાં 2 ફોર અને 3 સિક્સ સામેલ છે. હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. તેણે શાનદાર ઇનિંગ રમી અને 16 બોલમાં 39 રન બનાવ્યા. પોતાની ઇનિંગ દરમિયાન હાર્દિકે 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા મેચ જીતવામાં સફળ રહી હતી.

  • Follow us on: