• મહિલા પ્રીમિયર લીગની આગામી સિઝન માટે ઓક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું
  • 165 ખેલાડીઓએ ઓક્શનમાં લીધો ભાગ
  • 9 ડિસેમ્બરે દુબઈમાં ઓક્શનનું કરાયું આયોજન

મહિલા પ્રીમિયર લીગની આગામી સિઝન માટે ઓક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 165 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ 165 ખેલાડીઓ પર આગામી અઠવાડિયે 9 ડિસેમ્બરે દુબઈમાં ઓક્શન થશે.

61 વિદેશી ખેલાડી અજમાવશે કિસ્મત

ઓક્શન લિસ્ટમાં સામેલ 165 ખેલાડીઓમાંથી 104 ખેલાડી ભારતીય અને 61 ખેલાડી વિદેશી છે. વિદેશી ખેલાડીમાં પણ 15 ખેલાડી એસોસિએટ દેશના છે. ઓક્શન લિસ્ટમાં સામેલ આ ખેલાડીઓમાં 56 ખેલાડી આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકી છે. સાથે 109 ખેલાડીને આંતરરાષ્ટ્રીય અનુભવ નથી.

50 લાખ બેસ પ્રાઈઝમાં 2 ખેલાડી

ઓક્શનમાં સામેલ ખેલડીની બેસ પ્રાઈઝ 10 લાખથી લઈને 50 લાખ રૂપિયા સુધી છે. 50 લાખ બેસ પ્રાઈઝમાં માત્ર 2 ખેલાડી સામેલ છે. સાથે 40 લાખ બેસ પ્રાઈઝમાં 4 ખેલાડી છે. જે બાદ 30,20 અને 10 લાખની બેસ પ્રાઈઝમાં અનેક ખેલાડીઓ છે.

30 સ્લોટ્સ માટે 17.65 કરોડ રૂપિયા

મહિલા પ્રીમિયર લીગમાં 5 ટીમ છે. દરેક ટીમમાં વધુમાં વધુ 18 ખેલાડી રાખવામાં આવી શકે છે. જેમાં વિદેશી ખેલડીઓ 6 રાખી શકે છે. 5 ટીમમાં અગાઉ જ અમુક ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે. કુલ 60 ખેલાડી રિટેન લિસ્ટમાં સામેલ હતી. આવી સ્થિતિમાં હવે આગામી અઠવાડિયે થનારા ઓક્શનમાં આ ફ્રેંચાઈઝી પાસે માત્ર 30 સ્લોટ ખાલી છે. એટલે 165માંથી માત્ર 30 ખેલાડીની જ કિસ્મત ખુલશે. આ 30 સ્લોટ્સ માટે 5 ફ્રેંચાઈઝી પાસે કુલ 17.65 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ફ્રેંચાઈઝીના ઓક્શન પર્સની મર્યાદા 13.5 કરોડ રૂપિયા છે. આ રકમનો મોટો ભાગ ફ્રેંચાઈઝી રિટેન ખેલાડીઓમાં ખર્ચ કરી ચૂકી છે.

ફ્રેંચાઈઝી રિટેન ખેલાડી કુલ ખર્ચ ખાલી સ્લોટ્સબચેલી રકમ
DC 15 11.25 32.25
GG 7.55 105.95
MI 13 11.4 52.1
RCB 11 10.15 73.35
UPW 13 9.5 54
કુલ 60 49.85 3017.65

  • Follow us on: