• મહેન્દ્ર સિંહ ધોની IPL 2024 રમતો જોવા મળશે
  • ચેન્નઈ સુપર કિંગ્સે ધોનીને આગામી સિઝન માટે કર્યો રિટેન
  • એબી ડિવિલિયર્સે ધોનીને લઈ કરી ભવિષ્યવાણી

મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર મેદાન પર રમતા જોવા મળશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીને રિટેન કર્યો છે. પહેલા ધોનીને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. IPL 2023 પછી ફેન્સને તેના વિશે પ્રશ્નો હતા, પરંતુ રિટેન થયા બાદ તમામને જવાબ મળી ગયો છે. આ તમામ વચ્ચે સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સે ધોનીના ભવિષ્ય અંગે પ્રતિક્રિયા આપી છે.

ધોની હજુ પણ 3 સિઝન રમશે

ડિવિલિયર્સનું માનવું છે કે, ધોની આગામી ત્રણ સિઝન રમી શકે છે. મળતી માહિતી અનુસાર, તેમણે કહ્યું કે, રિટેન્શન લિસ્ટમાં તેનું નામ જોઈને હું ખૂબ જ ખુશ છું. છેલ્લી સિઝન પૂરી થયા બાદ તેના વિશે અનેક પ્રકારની વાતો ચાલી રહી હતી. તે 2024માં રમવા માટે મેદાનમાં ઉતરશે. તે હંમેશા આશ્ચર્યચકિત થાય છે. તે આગામી ત્રણ સિઝનમાં રમશે.

ગત સિઝન ધોની માટે ખાસ નહતી રહી

ઉલ્લેખનીય છે કે, ચેન્નઈ સુપર કિંગ્સે છેલ્લી વખત ધોનીની કેપ્ટન્સીમાં ટાઈટલ જીત્યું હતું. તેણે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. ધોનીની બેટિંગ માટે છેલ્લી સિઝન કંઈ ખાસ ન હતી, પરંતુ તેની કેપ્ટન્સી હંમેશા ટીમ માટે મહત્વની રહી છે. ધોનીએ ગત સિઝનમાં 16 મેચ રમી હતી. આ દરમિયાન 104 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 32 રન હતો. ધોનીએ 2022માં 14 મેચમાં 232 રન બનાવ્યા હતા.

ધોનીએ IPLમાં 5 હજારથી વધુ રન બનાવ્યા

જો ધોનીના સમગ્ર કરિયર પર નજર કરવામાં આવે તો તે અસરકારક રહ્યું છે. ધોનીએ IPLમાં 5 હજારથી વધુ રન બનાવ્યા છે. ધોનીએ 250 મેચ રમી છે. આ દરમિયાન 5 હજાર 82 રન બનાવ્યા છે. ધોનીએ આ ફોર્મેટમાં 24 ફિફ્ટી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 84 રન રહ્યો છે. IPL 2008માં ધોનીએ ડેબ્યૂ કર્યું હતું. આ વર્ષે ધોનીએ 16 મેચમાં 414 રન બનાવ્યા હતા.

  • Follow us on: