- મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2024 માટે તૈયારી શરૂ કરી
- જિમમાં પરસેવો પાડી રહ્યો છે મહેન્દ્ર સિંહ ધોની
- ધોનીના વર્કઆઉટનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ
ગત દિવસોમાં ચેન્નઈ સુપર કિંગ્સ સહિત તમામ IPL ટીમોએ પોતાના રિલીઝ અને રિટેન ખેલાડીઓની ફાઈનલ લિસ્ટ જાહેર કરી છે. ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના રિટેન ખેલાડીઓના લિસ્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીને રાખ્યો છે. એટલે મહેન્દ્ર સિંહ ધોની IPL 2024માં રમતા જોવા મળશે, પરંતુ શું તમે જાણો છો કે, IPL માટે મહેન્દ્ર સિંહ ધોની ખુદને કેવી રીતે ફિટ રાખી રહ્યા છે?
સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ
સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં મહેન્દ્ર સિંહ ધોની જિમમાં જોવા મળી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીનો જિમનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા યૂઝર્સ આ ફોટો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આવું રહ્યું મહેન્દ્ર સિંહ ધોનીનું IPL કરિયર
ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ટરનેશન ક્રિકેટમાંથી સંન્યાલ લઈ લીધો છે. જો કે, IPL તે હજુ પણ રમી રહ્યા છે. IPLમાં મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરે છે. મહેન્દ્ર સિંહ ધોનીના નૈતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સે અત્યાર સુધી 5 વખત IPL ટ્રોફી પોતાના નામે કરી છે. મહેન્દ્ર સિંહ ધોનીના IPL કરિયર પર નજર કરવામાં આવે તો, આ ખેલાડી IPLની 250 મેટ રમ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સ ઉપરાંત રાઈઝિંગ પુણે સુપર જાયંટ્સ માટે પણ રમી ચૂક્યો છે. IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીએ 135.92ના સ્ટ્રાઈક રેટ અને 38.79ની એવરેજથી રન બનાવ્યા છે. IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીનો બેસ્ટ સ્કોર 87 રન છે. આ ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાં 24 વખત 50 રનનો આંકડો પાર કર્યો છે.