- IPL 2024 બાદ 5 ખેલાડી લગભગ જોવા મળશે નહીં
- ધોની સહિત 5 ખેલાડીઓ છેલ્લી વખત રમશે IPL
- IPL 2024 બાદ 5 સ્ટાર ખેલાડીઓ લઈ શકે છે સંન્યાસ
ગત 3-4 IPLથી દર વખતે IPL શરૂ થવાથી IPL પૂર્ણ થવા સુધી આ વાતની ચર્ચા થાય છે કે, શું આ વખતે મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી IPL સિઝન હશે કે નબીં. આ વખતે પણ કાંઈક આવું જ સાંભળવા મળી રહ્યું છે. કારણ કે, મહેન્દ્ર સિંહ ધોની 42 વર્ષના થઈ ગયા છે અને 7 જુલાઈ 2024એ 43 વર્ષના થઈ જશે, પરંતુ અત્યાર સુધી એટલું કન્ફર્મ થયું છે કે, તે IPL 2024માં પણ ચેન્નઈની ટીમનું નૈતૃત્વ કરતા જોવા મળશે. આવી સ્થિતિમાં ફરી એ સવાલ સામે આવ્યો છે કે, શું ધોની છેલ્લી સિઝન રમશે.
IPL 2024માં અંતિમ વખત જોવા મળનારા સંભવિત ખેલાડી
મહેન્દ્ર સિંહ ધોની- આ વાતમાં કોઈ શક નથી કે આ લિસ્ટમાં પ્રથમ નામ મહેન્દ્ર સિંહ ધોનીનું નામ હશે. આનું કારણ તેનું ફોર્મ નથી, પરંતુ તેની ઊંમર છે. ધોનીની વધતી ઊંમરને જોઈને લાગી રહ્યું છે કે, મહેન્દ્ર સિંહ ધોની માટે IPL 2024 અંતિમ IPL સિઝન હોઈ શકે છે. ધોનીએ અત્યાર સુધી IPLમાં કુલ 50 મેચ રમી છે. જેમાં 38.79ની એવરેજ અને 135.92ની સ્ટ્રાઈક રેટથી કુલ 5 હજાર 82 રન બનાવ્યા છે. આ દરમિયાન ધોનીએ 24 ફિફ્ટી ફટકારી છે.
ડેવિડ વોર્નર- ઓસ્ટ્રેલિયાના ધાકડ બેટ્સમેન ડેવિડ વોર્નર પણ ધીમે-ધીમે ક્રિકેટને અદવીદા કહેવાનું મન બનાવવા લાગ્યા છે. 37 વર્ષના આ ખેલાડીએ IPLમાં પોતાનું ડેબ્યૂ 2009માં કર્યું હતું. તેમણે અત્યાર સુધી 176 IPL મેચમાં 41.54ની એવરેજ અને 139.92ના સ્ટ્રાઈક રેટથી 6 હજાર 397 રન બનાવ્યા છે. આ દરમિયાન વોર્નેરે 4 સદી અને 61 ફિફ્ટી ફટકારી છે. વોર્નરને આ વખતે દિલ્હીએ રિટેન કર્યો છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ વખતે વોર્નરની અંતિમ IPL સિઝન હોઈ શકે છે.
રિદ્ધિમાન સાહા- ગુજરાત ટાઇટન્સે આ વર્ષે પણ રિદ્ધિમાન સાહાને રિટેન કર્યો છે. સાહાની ઊંમર 39 વર્ષ થઈ ચૂકી છે. જો કે, તેમણે ગત 2 સિઝનમાં ગુજરાત માટે ઠીક-ઠાક ઓપનિંગ બેટિંગ કરી છે, પરંતુ એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ IPL 2024 બાદ તે રમશે નહીં અને 2025માં થનારા IPL મેગા ઓક્શનમાં તેને કોઈ ટીમ ખરીદશે નહીં. સાહાએ વર્ષ 2008માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે 161 મેચમાં 24.98ની એવરેજ અને 128.05ના સ્ટ્રાઈક રેટથી કુલ 2 હજાર 798 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 13 ફિફ્ટી સામેલ છે.
દિનેશ કાર્તિક- 38 વર્ષના દિનેશ કાર્તિકને RCBએ આ વર્ષે પણ રિટેન કર્યો છે, પરંતુ ગત વર્ષ કાર્તિકનું ફોર્મ સારૂં રહ્યું નહતું. જે બાદ તેમણે વધુ ક્રિકેટ પણ રમ્યું નથી. આવી સ્થિતિમાં જો IPL 2024માં પણ જો દિનેશ કાર્તિકનું બેટ નહીં ચાલે તો પછી તેના માટે આ અંતિમ સિઝન સાબિત થઈ શકે છે. IPLમાં કાર્તિકનું ડેબ્યૂ પણ 2008માં થયું હતું. તેમણે 242 મેચમાં 25.81ની એવરેજ અને 132.71ના સ્ટ્રાઈક રેટથી કુલ 4 હજાર 516 રન બનાવ્યા છે. જેમાં 20 ફિફ્ટી સામેલ છે.
અમિત મિશ્રા- આ લિસ્ટમાં એક નામ અમિત મિશ્રાનું પણ છે. ભારતના આ સ્પિન બોલરની ઊંમર 41 વર્ષ છે અને તેને આ વર્ષે લખનઉ સુપર જાયંટ્સની ટીમે રિટેન કર્યો છે. આવી સ્થિતિમાં તેની ઊંમર અને ફિટનેસને જોઈને લાગે છે કે, લગભગ IPL 2024 તેના કરિયરની અંતિમ IPL હોઈ શકે છે. અમિત મિશ્રાએ પણ IPLમાં 2008માં ડેબ્યૂ કર્યું હતું. તેમણે 161 મેચમાં 23.87ની એવરેજ અને 7.38ની ઈકોનોમી રેટથી કુલ 173 વિકેટ લીધી છે. આ દરમિયાન તેમણે 4 ઈનિંગમાં 4-4 અને 1 ઈનિંગમાં 5 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. તેનો બેસ્ટ બોલિંગ ફિગર 17 રન આપીને 5 વિકેટ લેવાનો છે.