• 27 જુલાઈથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI સીરિઝ થશે
  • રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા માટે ત્રણ મોટા દાવેદારો છે
  • શુભમન, ગાયકવાડ અને ઈશાન કિશન છે લિસ્ટમાં મોખરે

27 જુલાઈથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ ODI સીરિઝ શરુ થવા જઈ રહી છે. જેમાં હાલ ઓપનિંગને લઈને અટકળો ચાલી રહી છે. રોહિત સાથે કોણ ઓપનિંગ માટે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા પાસે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા માટે ત્રણ મોટા દાવેદાર છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ ODI સીરિઝની પ્રથમ મેચ 27 જુલાઈના રોજ રમાશે. ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન શાઈ હોપ પણ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 2023ના ODI વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. તે જ સમયે, ટીમ ઈન્ડિયાની તૈયારીઓની દૃષ્ટિએ આ સીરિઝ મહત્વપૂર્ણ છે. આઈપીએલ અને ડોમેસ્ટિક સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. ટીમ ઈન્ડિયામાં રોહિત શર્માની ઓપનિંગ માટે 3 મોટા દાવેદાર છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કેપ્ટન સાથે ઓપનિંગ કોણ કરશે.

1. શુભમન ગિલ
સ્ટાર બેટ્સમેન શિખર ધવન ટીમની બહાર થયા બાદ શુભમન ગીલે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળ્યું છે. તે છેલ્લા કેટલાક સમયથી કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી રહ્યો છે. તેણે શાનદાર બેટિંગથી ઈમ્પ્રેસ કર્યા છે. તેણે ભારત માટે અત્યાર સુધી 20 મેચમાં 1132 રન બનાવ્યા છે જેમાં ત્રણ સદી સામેલ છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે ઓપનિંગ દરમિયાન બેવડી સદી પણ ફટકારી હતી. શુભમનની બેટિંગ સાબિત કરે છે તકે તે સારી ઇંનિગ રમી શકે છે. તે કેપ્ટન રોહિત સાથે પહેલી વનડેમાં ઓપનિંગ કરી શકે છે.

2. ઋતુરાજ ગાયકવાડ
ભારતીય ટેસ્ટ ટીમમાં ઋતુરાજ ગાયકવાડનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. તેને વનડે ટીમમાં પણ જગ્યા મળી છે. તે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે IPL 2023માં સારું રમ્યો અને એકલા હાથે ચેન્નાઈ સુપર કિંગ્સને IPL 2023નું ટાઇટલ અપાવ્યું. તેણે IPL 2023ની 16 મેચોમાં 590 રન બનાવ્યા, જેમાં 4 અર્ધસદીનો સમાવેશ થાય છે. તેણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં એક વનડે અને 9 ટી20 મેચ રમી છે.

3. ઈશાન કિશન
ઈશાન કિશનને વિકેટકીપર તરીકે વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ માટે ટીમમાં જગ્યા મળી છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર જ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. વિન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં તેણે 33 બોલમાં ધમાકેદાર 50 રન બનાવ્યા હતા. તે શાનદાર ફોર્મમાં છે, તેણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 3 વનડેમાં ઓપનિંગ કર્યું છે, જેમાં બેવડી સદી સહિત 341 રન બનાવ્યા છે.

  • Follow us on: