- રોહિત શર્માએ T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી
- રોહિતે અત્યાર સુધીના તમામ T20 વર્લ્ડકપનો ભાગ હતો
- શાકિબ હજુ પણ T20I ફોર્મેટમાં રમતા જોવા મળે છે
T20 વર્લ્ડકપ જીત્યા બાદ રોહિત શર્માએ પણ ક્રિકેટના આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. રોહિત શર્મા એકમાત્ર એવો ભારતીય ખેલાડી છે જેણે 2007 થી આયોજિત તમામ T20 વર્લ્ડકપમાં ભાગ લીધો છે. તે 2007માં T20 વર્લ્ડકપ ટીમનો ભાગ હતો. તે ટીમના દરેક ખેલાડી હવે નિવૃત્ત થઈ ગયો છે. પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જેમણે રોહિત શર્મા પહેલા ડેબ્યૂ કર્યું હતું અને હજુ પણ T20 ફોર્મેટમાં રમતા જોવા મળે છે.
શોએબ મલિક
પાકિસ્તાનના જમણા હાથના બેટ્સમેન શોએબ મલિકે 90ના દાયકામાં ડેબ્યૂ કર્યું હતું. તે છેલ્લા ત્રણ દાયકાથી ક્રિકેટમાં સક્રિય છે. તેઓ 42 વર્ષના છે અને તેમણે હજુ નિવૃત્તિ લીધી નથી. જોકે, તે હાલમાં પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમમાંથી બહાર છે. હવે તે લીગ ક્રિકેટમાં વધુ સક્રિય દેખાય છે.
મહમુદુલ્લાહ રિયાદ
બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી મહમુદુલ્લાહ રિયાદે 1 સપ્ટેમ્બર 2007ના રોજ કેન્યા સામે T20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. મહમુદુલ્લાહ રિયાદે બાંગ્લાદેશ માટે 138 ટી20 મેચ રમી છે. જેમાં તેણે 2000 થી વધુ રન બનાવ્યા છે અને 40 થી વધુ વિકેટ લીધી છે. આ વખતે પણ તે T20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશ ટીમનો ભાગ હતો.
શાકિબ અલ હસન
બાંગ્લાદેશનો સ્ટાર શાકિબ અલ હસન પણ T20 વર્લ્ડકપની તમામ સિઝન રમી ચૂક્યો છે. તેણે 2006માં T20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. શાકિબ અલ હસનની T20 કારકિર્દી રોહિત શર્મા કરતા લાંબી રહી છે. શાકિબની T20 કારકિર્દી 17 વર્ષથી વધુ લાંબી છે, જ્યારે રોહિત શર્માની T20 કારકિર્દી 16 વર્ષથી વધુ લાંબી છે.