- ભારત અને અફઘાનિસ્તાન ત્રણ મેચની T20 સિરીઝ રમશે
- ટીમનો અનુભવી ખેલાડી રાશિદ ખાન આખી સિરીઝમાંથી બહાર
- રાશિદે થોડા સમય પહેલા સર્જરી કરાવી હતી
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 જાન્યુઆરીથી ત્રણ મેચની T20 સિરીઝ રમાશે. આ સિરીઝ પહેલા અફઘાનિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો અનુભવી ખેલાડી રાશિદ ખાન આખી સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. રિપોર્ટ્સ અનુસાર રાશિદ આખી સિરીઝમાં ભાગ લઈ શકશે નહીં. રાશિદ ઇજાગ્રસ્ત હતો માનવામાં આવતું હતુ કે તે સ્વસ્થ થઈ જશે પરંતું હજુ સુધી ફિટ થઈ શક્યો નથી.
થોડા સમય પહેલા કરાવી સર્જરી
ઉલ્લેખનિય છેકે રાશિદે થોડા સમય પહેલા સર્જરી કરાવી હતી. તે સંપૂર્ણપણે ફીટ થઈ શક્યો નથી. એક સમાચાર અનુસાર અફઘાનિસ્તાનના કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાને કહ્યું કે રાશિદ સિરીઝમાંથી બહાર છે. તેઓ સંપૂર્ણ રીતે ફીટ નથી. રાશિદ હાલમાં રિહેબમાંથી પસાર થઈ રહ્યો છે. અફઘાનિસ્તાનના સુકાની ઝદરાનનું કહેવું છે કે રાશિદ સિવાય ટીમમાં એવા કેટલાક ખેલાડીઓ છે જેના પર વિશ્વાસ કરી શકાય.
રાશિદને નહોતો બનાવ્યો કેપ્ટન
અફઘાનિસ્તાને ટી20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરતી વખતે રાશિદને કેપ્ટન નહોતો બનાવ્યો. આ અંગે મેનેજમેન્ટને પહેલેથી જ શંકા હતી. અફઘાનિસ્તાને બોલિંગ આક્રમણમાં નૂર અહેમદ, નવીન-ઉલ હક, ફરીદ અહેમદ મલિક, ફઝલહક ફારૂકી, મુજીબ-ઉર-રહેમાન અને મોહમ્મદ સલીમનો સમાવેશ કર્યો છે. મુજીબે ઘણી વખત સારી બોલિંગ કરી છે. નવીન અને નૂર પાસે પણ અનુભવ છે. જોકે, ભારતને પડકાર આપવો તેમના માટે આસાન નહીં હોય.
મોહાલીમાં રમાશે પ્રથમ મેચ
નોંધનીય છે કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાશે. આ મેચ 11 જાન્યુઆરીએ રમાશે. આ પછી 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં મેચ રમાશે. આ સિરીઝની છેલ્લી મેચ 17 જાન્યુઆરીએ બેંગ્લોરમાં રમાશે. ભારતે આ સિરીઝ માટે રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો છે. રોહિતની સાથે વિરાટ કોહલી પણ ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે. રિંકુ સિંહ, શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.