ભારતીય ક્રિકેટ બોર્ડે ઇમર્જિંગ એશિયા કપ 2024 માટે ઇન્ડિયા Aની જાહેરાત કરી છે. તિલક વર્માને એશિયા કપ માટે ટીમની કમાન સોંપવામાં આવી છે. તેના સિવાય ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ વખતે એશિયન ક્રિકેટ કાઉન્સિલ ઓમાનમાં ટૂર્નામેન્ટનું આયોજન કરી રહી છે. ભારતીય ટીમ તેના અભિયાનની શરૂઆત 19 ઓક્ટોબરથી કરશે જ્યારે ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળશે.


ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ

એશિયા કપ 2024માં ભારત પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ 19મી ઓક્ટોબરે રમાશે. ભારતીય ટીમ તેની બીજી મેચ 21 ઓક્ટોબરે UAE સામે રમશે. જ્યારે લીગ તબક્કાની છેલ્લી મેચ મેન ઇન બ્લુ દ્વારા યજમાન દેશ ઓમાન સાથે રમવાની છે. આ તમામ મેચ ઓમાન ક્રિકેટ એકેડમીમાં રમાશે. પ્રથમ સેમિફાઇનલ મેચ 25 ઓક્ટોબરે રમાશે જ્યારે બીજી સેમિફાઇનલ મેચ પણ 25 ઓક્ટોબરે રમાશે. ફાઇનલ મેચ 27 ઓક્ટોબર, રવિવારે રમાશે. આ ટુર્નામેન્ટમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો પણ ભાગ લેશે.

IPL 2024માં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને મળી તક

ઇમર્જિંગ એશિયા કપ 2024 માટે તે ખેલાડીઓને તક આપવામાં આવી છે જેમણે IPL 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બોર્ડે અભિષેક શર્મા ઉપરાંત આયુષ બદોની અને પ્રભાસિમરન જેવા ખેલાડીઓને તક આપી છે. બાંગ્લાદેશ સામે રમાયેલી 3 મેચની ટેસ્ટ સિરીઝમાં પણ અભિષેકને તક આપવામાં આવી હતી. પરંતુ તે આ સિરીઝમાં મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. તેના સિવાય દિલ્હી પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કરનાર આયુષ બદોની પણ ઈન્ડિયા A ટીમનો ભાગ છે.

એશિયા કપ 2024 માટે ભારતીય ટીમ

તિલક વર્મા (કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, આયુષ બદોની, નિશાંત સિંધુ, રમનદીપ સિંહ, અનુજ રાવત, નેહલ વાઢેરા, અંશુલ કંબોજ, હૃતિક શૌકીન, વૈભવ અરોરા, રસિક સલામ, સાઈ કિશોર, રાહુલ ચાહર, આકિબ ખાન.


  • Follow us on: