• અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો
  • અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 69 રને હરાવ્યું
  • ભારતના પૂર્વ ક્રિકેટરોએ અફઘાનિસ્તાન ટીમને અભિનંદન પાઠવ્યા

અફઘાનિસ્તાનની ટીમે વર્લ્ડકપ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ઈંગ્લેન્ડને 69 રને હરાવીને પોઈન્ટ ટેબલમાં ધૂમ મચાવી દીધી છે. પાંચ વખત ODI વર્લ્ડકપ જીતનાર અને આ વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર પૈકીની એક ઓસ્ટ્રેલિયન ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે દસમા સ્થાને સરકી ગઈ છે. અફઘાનિસ્તાનની આ ટીમ પર મોટા દિગ્ગજો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતના પૂર્વ ક્રિકેટરોએ પણ અફઘાનિસ્તાન ટીમને અભિનંદન પાઠવ્યા છે.

ભારતના પૂર્વ ક્રિકેટરોએ અભિનંદન પાઠવ્યા

સચિન તેંડુલકર:  રહમુલ્લાહ ગુરબાઝની શાનદાર ઇનિંગ બાદ અફઘાનિસ્તાને તમામ ક્ષેત્રોમાં શાનદાર પ્રદર્શન કર્યું. ઇંગ્લિશ ક્રિકેટ માટે તે ખરાબ દિવસ હતો. તમારે અફઘાનિસ્તાનના ક્વોલિટી સ્પિનરોને રમવા માટે સારુ પ્રદર્શન કરવાનું હતું. જે ઈંગ્લેન્ડના બેટ્સમેનો કરી શક્યા નથી.

યુસુફ પઠાણઃ બધા લોકો અફઘાનિસ્તાનની જીતને મોટો અપસેટ કહીં રહ્યા છે. પરંતુ હું કહીશ કે અફઘાનિસ્તાને વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવવા માટે ઓલરાઉન્ડ ક્વોલિટી ક્રિકેટ રમી હતી.

રવિ શાસ્ત્રીઃ અફઘાનિસ્તાન ટીમને સલામ. તમે ક્રિકેટ વર્લ્ડકપમાં સૌથી મોટો અપસેટ સર્જ્યો છે, જે ક્રિકેટના ઇતિહાસમાં નહી સર્જાયો હોય.

મિતાલી રાજઃ અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત! દિલ્હીના આ ટ્રેક પર તેના સ્પિન બોલરોને જોવા મજા આવી. શાહિદીએ પોતાના ખેલાડીઓનો સારો ઉપયોગ કર્યો. મોહમ્મદ નબીને તેની 150મી વન-ડે મેચમાં શાનદાર ભેટ મળી હતી. ઈંગ્લેન્ડની પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય તેમના વિરોધમાં ગયો. અને આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યું.

દિનેશ કાર્તિક: અફઘાનિસ્તાન સારું રમ્યું. તેમનો જુસ્સો જોઈને મને આનંદ થયો.

ઈરફાન પઠાણ: અફઘાનિસ્તાન તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે ઈંગ્લેન્ડને દરેક ક્ષેત્રમાં હરાવ્યું. તેમનો જુસ્સો જોઈને મને આનંદ થયો. રહેમુલ્લા ગુરબાઝની શાનદાર ઇનિંગ રમી હતી. ઇકરામે મધ્ય ઓવરમાં સારો દેખાવ કર્યો હતો. અફઘાન તરફથી બોલિંગ ટોચના સ્તરની રહી છે.

સુરેશ રૈનાઃ અફઘીનિસ્તાન ટીમે આજે અસાધારણ ક્રિકેચ રમીને ઈંગ્લેન્ડ સામે રોમાંચક જીત હાંસલ કરી હતી. 

  • Follow us on: