- અફઘાનિસ્તાને એશિયા કપ માટે ટીમ જાહેર કરી
- એશિયા કપની ટીમમાં કરીમ જનાતને મળ્યું સ્થાન
- 6 વર્ષ બાદ કરીમ જનાતની ટીમમાં વાપસી
એશિયા કપ 2023 માટે અફઘાનિસ્તાને ટીમની જાહેરાત કરી દીધી છે. એશિયા કપ માટે અફઘાનિસ્તાનની ટીમમાં 6 વર્ષ બાદ એક સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી થઈ છે. હેરાન કરનારી વાત એ છે કે, આ ખેલાડી માત્ર 1 વનડે મેચ રમ્યો છે. જે બાદ તેને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો હતો. હવે અચાનક આ ખેલાડીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. શ્રીલંકા-પાકિસ્તાનમાં થનારા એશિયા કપમાં તે બોલ અને બેટ બંનેથી કમાલ કરી શકે છે.
6 વર્ષ બાદ કરીમની ટીમમાં વાપસી
એશિયા કપ માટે અફઘાનિસ્તાને કરીમ જનાતને ટીમમાં સ્થાન આપ્યું છે. અંદાજે 6 વર્ષ બાદ કરીમની ટીમમાં વાપસી થઈ છે. 2017માં ડેબ્યૂ કરનારો કરીમ માત્ર 1 વનડે મેચ રમીને ટીમની બહાર થયો હતો. જે બાદ આ ખેલાડી સમગ્ર દુનિયામાં રમાતી T-20 લીગ્સ અને ઘરેલૂ ક્રિકેટમાં કમાલ કરતો હતો.
કરીમ જનાત કોણ છે?
કરીમ જનાત એક સ્ટાર ઓલરાઉન્ડર છે. 25 વર્ષના આ ખેલાડીએ ખુબ ઓછા સમયમાં ખુદને ઓલરાઉન્ડર તરીકે સાબિત કર્યો છે. કરીમ સમગ્ર દુનિયાની T-20 લીગ્સમાં રમે છે. તેની પાસે બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કરવાની ક્ષમતા છે. ક્રિકેટના મેદાન પર ત્રણેય ક્ષેત્રમાં આ ખેલાડી કમાલ કરે છે. કરીમ ટીમમાં પરત આવતા અફઘાનિસ્તાન ટીમની તાકાતમાં વધારો થશે. આ ખેલાડીથી ભારત અને પાકિસ્તાન જેવી મોટી ટીમોને સતર્ક રહેવાની જરૂર છે.
કરીમ જનાતનું ક્રિકેટ કરિયર
કરીમ જનાત અફઘાનિસ્તાન માટે માત્ર 1 ટેસ્ટ અને 1 વનડે મેચ રમ્યો છે. આ ખેલાડી 49 T-20 મેચ પણ રમ્યો છે. જેમાં 18.14ની એવરેજથી 508 રન બનાવ્યા છે. કરીમે T-20 ફોર્મેટમાં 3 ફિફ્ટી લગાવી છે. તેના બેટમાંથી 34 ફોર અને 24 સિક્સ ફટકારવામાં આવી છે.
2017માં કર્યું હતું વનડે ડેબ્યૂ
કરીમ જનાતે અફઘાનિસ્તાન માટે 2017માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ વનડે ડેબ્યૂ કર્યું હતું. જો કે, તે ડેબ્યૂ મેચમાં કમાલ બતાવી શક્યો નહતો. કરીમે 33 બોલમાં માત્ર 9 રન બનાવ્યા હતા, જ્યારે 4 ઓવર નાખીને 31 રન આપ્યા હતા. આ મેચમાં અફઘાનિસ્તાનને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
એશિયા કપ માટે અફઘાનિસ્તાનની ટીમ-
રહમાનુલ્લાહ ગુરબાાઝ, રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહીમ ઝદરાન, રિયાઝ હસન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, આઈ અલીખેલ, રાશિદ ખાન, ગુલબદ્દીન નૈબ, કરીમ જનાત, અબ્દુલ રહમાન, એસ અશરફ, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, એસ સફી અને ફઝલહક ફારૂકી.