• તિલક વર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે ફિફ્ટી ફટકારી હતી
  • અડધી સદી પછી તિલકે અનોખી રીતે ઉજવણી કરી
  • અનોખો ડાન્સ કરી અડધી સદીની કરી ઉજવણી

ટીમ ઈન્ડિયા ભલે વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી T20 હારી ગઈ હોય પરંતુ તિલક વર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રથમ ફિફ્ટી ફટકારી. તેણે 51 રનની ઇનિંગ રમી હતી. અડધી સદી પૂરી કર્યા પછી, તિલકે તેની વિશેષ રીતે ઉજવણી કરી. મેચ બાદ તેણે આનું કારણ જણાવ્યું.

વેસ્ટ ઈન્ડિઝ સામે T20માં તિલકનું શાનદાર પ્રદર્શન

ભારતનો વર્તમાન વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ યુવા ખેલાડીઓ માટે સારો રહ્યો છે. જ્યારે યશસ્વી જયસ્વાલે ટેસ્ટ સિરીઝ દરમિયાન શાનદાર ડેબ્યૂ કર્યું હતું, તો તિલક વર્માએ પણ પોતાની ડેબ્યૂ ટી20 સિરીઝમાં શાનદાર બેટિંગ કરી હતી. એ અલગ વાત છે કે ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે બંને ટી-20 હારી ગયું હતું પરંતુ તિલકે બંને મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20માં, તિલક તેની પ્રથમ અડધી સદી ફટકારી અને ત્યાર બાદ તેને ખૂબ જ અલગ રીતે ઉજવ્યો. મેચ બાદ તિલકે તેની ઉજવણીનું કારણ જણાવ્યું અને તેની ઉજવણીનું રોહિત શર્મા સાથે જોડાણ છે.

20 વર્ષીય તિલક વર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝની પહેલી મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે મેચમાં પણ તેણે 39 રનની ઈનિંગ રમી હતી અને બીજી ટી20માં તેણે એક ડગલું આગળ વધીને પોતાની પ્રથમ ફિફ્ટી પૂરી કરી હતી. તિલકે 51 રન બનાવ્યા હતા. જોકે, તેના સિવાય ટીમના બાકીના બેટ્સમેનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. આ કારણે ભારત બીજી મેચ હારી ગયું.

તિલકે સમાયરા માટે ઉજવણી કરી હતી

તિલક માટે આ મેચ ચોક્કસપણે યાદગાર હતી. તેણે પ્રથમ ફિફ્ટી ફટકારી અને તે પછી તેના બંને અંગૂઠા ઉભા કર્યા અને થોડી સેકન્ડો માટે ખાસ ડાન્સ કર્યો, આ ડાન્સ દ્વારા તિલકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. હવે સ્વાભાવિક રીતે જ સવાલ ઉઠવો હતો કે તેમની આ ખાસ ઉજવણી પાછળનું કારણ શું હતું. તો તિલકે મેચ બાદ આ વાતનો ખુલાસો કર્યો હતો.

તિલકે કહ્યું કે તે IPL દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માની પુત્રી સમાયરા સાથે રમે છે અને આ રીતે ઉજવણી કરે છે. તેણે સમાયરાને વચન આપ્યું હતું કે જો તે ઈન્ટરનેશનલ લેવલ પર સદી કે અડધી સદી ફટકારશે તો તે આ જ રીતે ઉજવણી કરશે. તેથી જ વેસ્ટ ઈન્ડિઝ સામે ફિફ્ટી ફટકાર્યા બાદ મેં હવામાં અંગૂઠો બતાવીને ઉજવણી કરી હતી. તિલકે કહ્યું કે તે કેપ્ટન રોહિત શર્મા સાથે પણ વાત કરશે કારણ કે તેની કારકિર્દીમાં હિટમેનની મોટી ભૂમિકા છે.

જો કે તમને જણાવી દઈએ કે તિલક વર્મા IPLમાં રોહિતની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. IPL 2022ની મેગા ઓક્શનમાં મુંબઈએ તિલકને ખરીદ્યો હતો અને તિલકએ શરૂઆતની બંને સિઝનમાં શાનદાર બેટિંગ કરી હતી. આ વર્ષે પણ IPLમાં તેણે 11 મેચમાં 343 રન બનાવ્યા હતા.

  • Follow us on: