- ભારતીય ક્રિકેટ ટીમનું કંગાળ પ્રદર્શન
- ફાસ્ટ બોલર પણ ન કરી શક્યા કમાલ
- સતત બે મેચ જીતીને વેસ્ટ ઈન્ડિઝ આગળ
વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી T20 મેચ સીરિઝમાં ભારતીય ક્રિકેટ ટીમનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. એવું લાગી રહ્યું છે કે, ભારતીય ખેલાડીઓની સ્થિતિ ખરાબ થઈ રહી છે. પહેલી મેચ ગુમાવ્યા બાદ બીજી મેચમાં પણ ભારતીય ક્રિકેટ ટીમને 2 વિકેટથી વેસ્ટ ઈન્ડિઝે માત આપી દીધી છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ લડી લેવાના મૂડમાં જોવા મળી હતી. ટીમ સ્પિરિટ અને એકબીજાના પ્લાનિંગથી ટીમે ભારતીય ક્રિકેટરોને રીતસર હંફાવી દીધા હતા.
બીજી મેચ હાર્યું ભારત
વેસ્ટ ઈન્ડિઝ ટુર પર ટેસ્ટ અને વન-ડે સીરિઝ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમે T20 ટુર્નામેન્ટના બે મહત્વના મેચ ગુમાવ્યા છે. પાંચમાંથી 2 મેચ ગુમાવી પડી છે. શરૂઆતથી જ પ્લાનિંગ સાથે રમીને વેસ્ટ ઈન્ડિઝે 2-0 સાથે પોઈન્ટ ટેબલ પર મજબુતી જમાવી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝે ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત ભારતીય ક્રિકેટ ટીમને T20 સીરિઝમાં સતત બે વખત ધોબી પછડાટ આપી છે. અત્યાર સુધીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ક્રિકેટ ટીમ સતત બે વખત ક્યારેય હારી નથી.
મજબુત હતી ટીમ
આ પહેલાની સીરિઝમાં T20 ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની મજબુતી સારી હતી. બન્ને ટીમ વચ્ચે આ પહેલા 8 T20 સીરિઝ રમાઈ છે. જેમાંથી ભારતીય ટીમે 6 મેચ જીતીને વિજયકુચ જાળવી રાખી હતી. જ્યારે 2 મેચ ગુમાવી પડી હતી. વર્ષ 2016 અને 2017માં સતત બે સીરિઝ વેસ્ટ ઈન્ડિઝ સામે જ જીતી હતી. પણ અત્યારે વેસ્ટ ઈન્ડિઝ મજબુત સ્થિતિ હોવાનું લાગી રહ્યું છે. પહેલી વખત વેસ્ટ ઈન્ડિઝ ટીમને ભારતીય ક્રિકેટ ટીમને સતત બે વખત માત આપવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
153 રનનો ટાર્ગેટ
બીજી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે માત્ર 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 8 વિકેટના નુકસાનથી 155 રન બનાવ્યા હતા. આમ સમગ્ર મેચ જીતી લીધી હતી. નિકોલસ પુરને 40 બોલમાં 67 રન બનાવ્યા હતા. જ્યારે શિમરોને 22 અને પોવેલે 21 રન બનાવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને બોલર હાર્દિક પંડ્યાએ 35 રન આપીને 3 વિકેટ ખેરવી હતી. જ્યારે લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે 19 રન આપીને 2 વિકેટ ખેરવી હતી. અર્શદિપસિંહ તથા મુકેશ કુમારે 1-1 વિકેટ ખેરવી હતી.
તિલકની હાફ સેન્ચુરી
ભારતીય ક્રિકેટ ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તિલક વર્માએ શાનદાર હાફ સેન્ચુરી બનાવી હતી. 41 બોલમાં 51 રન કર્યા હતા. ઈન્ટરનેશનલ કરિયરમાં એની આ પહેલી ફિફ્ટી છે. જ્યારે ઈશાન કિશને 27 તથા હાર્દિક પંડ્યાએ 24 રન કર્યા હતા.