• ભારતે ન્યૂઝીલેન્ડને સેમિફાઈનલમાં 70 રને હરાવ્યું
  • વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતની એન્ટ્રી
  • ભારતની જીત બાદ વિલિયમસને કોહલીના કર્યા વખાણ

વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. જે બાદ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને સેમિફાઇનલમાં હાર બાદ પણ વિરાટ કોહલીના ખૂબ વખાણ કર્યા છે. તેમણે તેના રેકોર્ડને અવિશ્વસનીય ગણાવતા ઘણું કહ્યું છે.

કોહલીએ ODI કારકિર્દીની 50મી સદી ફટકારી

આ વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું છે. આ મેચમાં વિરાટ કોહલીએ પોતાની ODI કારકિર્દીની 50મી સદી ફટકારી અને ODI ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર મહાન સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડને તોડી નાખ્યો. વિરાટ હવે ODI ક્રિકેટના ઈતિહાસમાં 50 સદી ફટકારનાર પ્રથમ અને એકમાત્ર ખેલાડી બની ગયા છે. વિરાટની આ ખાસ ઉપલબ્ધિ વિશે વાત કરતા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને મેચ બાદની પ્રેસ કોન્ફરન્સમાં વિરાટને સર્વશ્રેષ્ઠ ગણાવ્યા હતા.

કેન વિલિયમસન વિરાટ કોહલીના કર્યા ભરપેટ વખાણ

વિરાટ કોહલીની 50 ODI સદીઓ વિશે વાત કરતા વિલિયમસને સેમિફાઇનલ મેચ બાદ કહ્યું, "તે ખૂબ જ ખાસ છે. મને લાગે છે કે જો તમે 50 મેચ રમી હોય તો કેટલાક લોકો તેને સારી કારકિર્દી કહે છે, પરંતુ 50 સદી ફટકારવી ખરેખર શાનદાર છે. હું તેના વખાણ કરવા માટે શબ્દો શોધવાનો પ્રયત્ન કરું છું. વાસ્તવમાં, એટલું જ નહીં, તેઓ જે રીતે બેટિંગ કરે છે, તો તેઓ ટીમ માટે મેચ જીતવાના એકમાત્ર ઈરાદાથી કરે છે. "તે ખૂબ ધ્યાન ખેંચે છે કે આ જીત તેની સફળતા સાથે આવે છે , પરંતુ વાસ્તવમાં તે હંમેશા તેની ટીમને આગળ વધારવા વિશે વિચારે છે, અને હા, તે શ્રેષ્ઠ છે."

વિરાટની વિરુદ્ધ હોવુ ખરેખર મુશ્કેલ....

ન્યુઝીલેન્ડના કેપ્ટને આગળ કહ્યું, "તે વધુ ને વધુ સારા થઈ રહ્યા છે, જે વિશ્વભરની વિપક્ષી ટીમો માટે ચિંતાનો વિષય છે, પરંતુ તમારે તેની પ્રશંસા કરવી પડશે. તે ખરેખર અવિશ્વસનીય છે. જો કે, આજે બીજી બાજુ હોવું તે ઘણું મુશ્કેલ હતું. તે ઉત્તમ હતા, તમે ખરેખર તેમની મહાનતાની પ્રશંસા કરો છો, અને હા તે દિવસેને દિવસે વધુ સારો થઈ રહ્યા છે." 

જો કે, આ મેચમાં ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની સદીના કારણે કુલ 397 રન બનાવ્યા હતા, જેનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 327 રન પર જ સિમિત રહી હતી, જેમાં મોહમ્મદ શમી પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા. સૌથી વધુ 7 વિકેટ લઈને ટાઇટલ જીત્યું.

  • Follow us on: