• ભારતીય ટીમની વર્લ્ડકપ 2023ના ફાઈનલમાં એન્ટ્રી
  • સેમીફાઈનલમાં વિરાટ કોહલીએ વનડેની 50મી સદી ફટકારી
  • પાકિસ્તાની ક્રિકેટર્સે વિરાટ કોહલીના વખાણ કર્યા

ભારતે સેમીફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચનો પ્લેયર ઓફ ધ મેચ મોહમ્મદ શમી રહ્યો છે. શમીએ 57 રનમાં 7 વિકેટ લીધી હતી, પરંતુ આ શાનદાર પ્રદર્શન પહેલા વિરાટ કોહલીએ જબરદસ્ત ઇનિંગ રમી હતી. વિરાટે 113 બોલમાં 117 રનની ઈનિંગ રમીને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. વિરાટ કોહલીએ આ મોટી મેચમાં પોતાની વનડે કરિયરની 50મી સદી ફટકારી હતી.


પાકિસ્તાની ક્રિકેટરોએ વિરાટના વખાણ કર્યા

વિરાટ કોહલીની આ સિદ્ધિ જોઈને દુનિયાભરના ક્રિકેટરો તેના વખાણ કરી રહ્યા છે. પાકિસ્તાનના ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પણ વિરાટ કોહલીના ખૂબ વખાણ કર્યા છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનિસે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું કે, તે ચેમ્પિયનનો ચેમ્પિયન છે. વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી, સર્વકાલીન મહાન, તમને ખુબ ખુબ શુભેચ્છાઓ. તમારા દેશને તમારા પર ગર્વ છે.


વસીમ અકરમે કોહલીના કર્યા વખાણ

આ ઉપરાંત પાકિસ્તાનના મહાન પૂર્વ સ્વિંગ બોલર અને કેપ્ટન વસીમ અકરમે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લખ્યું કે, અમે વિરાટ કોહલીના યુગમાં જીવી રહ્યા છીએ. અભિનંદન બાદશાહ. આ ઉપરાંત શોએબ અખ્તરે પણ તેની યુટ્યુબ ચેનલ પર વિરાટ કોહલીના વખાણ કરતા કહ્યું કે તેનો રેકોર્ડ અવિશ્વસનીય છે.


શોએબ મલિકે કર્યા વિરાટના વખાણ

પાકિસ્તાનના અન્ય પૂર્વ કેપ્ટન શોએબ મલિકે લખ્યું કે, વિરાટ કોહલી તમને સલામ, આ એક શાનદાર રેકોર્ડ છે અને તેને પ્રાપ્ત કરવા માટે વર્લ્ડકપ સેમીફાઇનલથી સારી કોઈ તક હોઈ શકે નહીં.

  • Follow us on: