• 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની થશે શરૂઆત
  • આ વર્ષે ભારતમાં યોજાશે વર્લ્ડકપ
  • કપિલ દેવે રોહિત શર્માને આપી મહત્વની સલાહ

ICC વનડે વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી ભારતમાં થશે. ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત આ મેગા ઈવેન્ટની મેજબાની કરનારા ભારત પર ખિતાબ જીતવાનો દબાવ છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્ષ 2011માં વનડે વર્લ્ડકપની મેજબાની કરી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ખિતાબ જીત્યો હતો. હવે ટીમ પાસે ત્રીજી વખત ખિતાબ પોતાના નામે કરવાની તક છે. આ મેગા ઈવેન્ટ પહેલાં વર્ષ 1983માં ભારતીય ટીમને પ્રથમ વખત વર્લ્ડકપનો ખિતાબ જીતાડનારી ટીમના કેપ્ટન કપિલ દેવે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને મહત્વની સલાહ આપી છે.

રોહિતને આક્રામક બનવાની જરૂર

પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, રોહિત શાનદાર કેપ્ટન છે, પરંતુ મેદાનમાં રમવા સમયે રોહિતે વધુ આક્રામક બનવાની જરૂર છે. તેમણે ઈંગ્લેન્ડના બેઝબોલ રણનીતિ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે.

દરેક ટીમનો ઈરાદો મેચ જીતવાનો હોય છે

કપિલ દેવે પોતાના નિવેદનમાં કહ્યું કે, ઈંગ્લેન્ડની બેઝબોલ રણનીતિને ખુબ શાનદાર છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તાજેતરમાં રમવામાં આવેલી એશિઝ સીરિઝ ખુબ રોમાંચક હતી. આપણે તમામ લોકોને લાંબા સમય બાદ આવી સીરિઝ જોવા મળી હતી. મને લાગે છે કે, ક્રિકેટ આવી રીતે જ રમવું જોઈએ. જ્યાં સુધી ટીમ ઈન્ડિયાની રણનીતિની વાત છે, તો મને એવું લાગે છે કે, દરેક ટીમની પોતાની અલગ રણનીતિ હોય છે અને તમામ ટીમનો ઈરાદો મેચ જીતવાનો હોય છે.

ભારતે સેમીફાઈનલમાં પહોંચવાનો પ્રયાસ કરવો પડશે

વનડે વર્લ્ડકપમાં ભારતીય ટીમના ખિતાબ જીતવા અંગે કપિલ દેવે કહ્યું કે, ટીમે પહેલાં ટોપ-4માં પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. જે બાદ ટીમે આગળની પ્લાનિંગ કરવી જોઈએ. તમારે સેમીફાઈલ જેવી મેચમાં થોડા ભાગ્યની જરૂર પડે છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ ટોપ-4માં પહોંચવાની છે.

  • Follow us on: