• ODI વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જર્સીમાં ફેરફાર
  • BCCI દ્વારા ટીમની જર્સી બહાર પાડવામાં આવી છે
  • BCCI એ જર્સીનો વીડિયો શેર કર્યો છે

ભારતમાં રમાનાર ODI વર્લ્ડ કપ માટે BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની જર્સી બહાર પાડવામાં આવી છે. 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જર્સી પર તિરંગાની છાપ મૂકવામાં આવી છે. BCCI અને Adidas દ્વારા જર્સી રિલીઝ કરવા માટે એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો દ્વારા જર્સીનો ફર્સ્ટ લુક જોવા મળ્યો હતો.

ખભા પાસે ત્રણ સફેદ પટ્ટાને બદલે તિરંગો જોવા મળશે

ખભા પાસે ત્રણ સફેદ પટ્ટાઓને બદલે જર્સીમાં તિરંગાની ત્રણ પટ્ટાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ સેન્ટરમાં સ્પોન્સર ડ્રીમ XI લખેલું દેખાય છે. આ સિવાય બાકીની જર્સીને સાદી રાખવામાં આવી છે. બીસીસીઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જર્સીનું કેપ્શન લખવામાં આવ્યું છે, “1983- ધ સ્પાર્ક. 2011- ધ ગ્લોરી. 2023- ધ ડ્રીમ. આ સપનું અશક્ય નથી, તીન કા ડ્રીમ હૈ અપના. 

લોકોએ આવી પ્રતિક્રિયાઓ આપી હતી

જર્સીના વીડિયો પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. મોટાભાગના લોકો વર્લ્ડ કપને લઈને ઉત્સાહિત દેખાતા હતા. એક યુઝરે લખ્યું કે, આ વખતે સપનું શક્ય બનશે, કમ ઓન ટીમ ઈન્ડિયા. અન્ય એક યુઝરે લખ્યું, "સ્વપ્ન બનશે હકીકત." અન્ય એક યુઝરે લખ્યું, "જો સોને ના દે વો સપના, તીન કા સપનું હૈ અપના." એ જ રીતે, બધા યુઝર્સે પોતપોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

ભારત ઓસ્ટ્રેલિયા સામે શરૂઆત કરશે

ભારતીય ટીમ ODI વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. આ પછી ટીમની બીજી મેચ 11 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી  સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે થશે. ત્યારબાદ ભારતીય ટીમ તેની ત્રીજી મેચ પાકિસ્તાન સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. આ પછી ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજની મેચો બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ સામે રમશે. નેધરલેન્ડ સામેની મેચ 12મી નવેમ્બરે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. 

  • Follow us on: