• વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે
  • દશુન શનાકા ટીમના કેપ્ટન નહી હોય
  • કેપ્ટન પદેથી હટાવવાનો નિર્ણય લેવાયો

વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ માટે લગભગ તમામ ટીમોએ પોતાના ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ ઘણી એવી ટીમો છે જેણે હજુ સુધી પોતાના ખેલાડીઓના નામ જાહેર કર્યા નથી. આ ટીમોમાં શ્રીલંકાનું નામ પણ સામેલ છે. ખરેખર, હજુ સુધી શ્રીલંકાએ વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી. જો કે વર્લ્ડ કપ પહેલા આ ટીમ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

શું દાસુન શનાકા વર્લ્ડ કપ પહેલા વિદાય લેશે?

તાજેતરમાં જ દશુન શનાકાની આગેવાની હેઠળની શ્રીલંકાની ટીમને એશિયા કપની ફાઈનલ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે શ્રીલંકાના ફેન્સ માટે વધુ  એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દશુન શનાકાની કેપ્ટન્સી છીનવાઈ શકે છે. માનવામાં આવે છે કે દશુન શનાકા વર્લ્ડ કપમાં શ્રીલંકન ટીમનો કેપ્ટન નહીં હોય. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપ પહેલા દશુન શનાકાને કેપ્ટન પદેથી હટાવવાનો નિર્ણય લીધો છે.

ધનંજય ડી સિલ્વાને મળી શકે છે ટીમની કમાન...

જો કે, ક્રિકેટ પ્રેમીઓના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે જો વર્લ્ડ કપ પહેલા દશુન શનાકાને સુકાનીપદેથી હટાવી દેવામાં આવે તો કયા ખેલાડીને શ્રીલંકન ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દશુન શનાકાની જગ્યાએ ઓલરાઉન્ડર ધનંજય ડી સિલ્વાને ટીમની કમાન મળી શકે છે. વર્લ્ડ કપમાં ધનંજય ડી સિલ્વા કેપ્ટન તરીકે જોવા મળશે. જો હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે દશુન શનાકાનું કેપ્ટન તરીકે વિદાય લગભગ નિશ્ચિત છે.


  • Follow us on: