• ભારતીય ટીમે T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો
  • જીત બાદ ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
  • અંબાણી પરિવારે ભારતીય ખેલાડીઓનું સન્માન કર્યું

ભારતે T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવી ટ્રોફી કબજે કરી હતી. દરેક ભારતીય આ ટ્રોફીની રાહ જોઈ રહ્યો હતો, કારણ કે ભારતે છેલ્લે 2007માં આ ટ્રોફી જીતી હતી. વર્લ્ડકપ જીત્યા બાદ ભારતીય ટીમ 4 જુલાઈના રોજ બાર્બાડોસથી ભારત પરત ફરી હતી. ભારત આવ્યા બાદ ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ તમામ ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

મુંબઈ ઈન્ડિયન્સે વીડિયો શેર કર્યો

આ પછી T20 વર્લ્ડકપની જીતની ઉજવણી કરવા માટે વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખેલાડીઓને જોવા માટે ચાહકો મુંબઈમાં એકઠા થયા હતા. ત્યારબાદ વાનખેડે સ્ટેડિયમમાં પણ આખી ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. હવે અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર ખેલાડીઓનું સન્માન કર્યું છે, જેનો વીડિયો મુંબઈ ઈન્ડિયન્સે પોતાના એક્સ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.

ભારતીય ખેલાડીઓનું સન્માન કર્યું

અંબાણી પરિવારે શુક્રવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ભવ્ય સંગીતનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં મુકેશ અંબાણી, આકાશ અંબાણી અને નીતા અંબાણીએ વર્લ્ડકપ વિજેતા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવનું સન્માન કર્યું હતું.

પહેલા નીતા અંબાણી સાથે આ ભારતીય ખેલાડીઓ અને તેમના પરિવારના સભ્યોએ પૂજા-અર્ચના કરી અને ભગવાનના આશીર્વાદ લીધા. આ પછી નીતા અંબાણીએ સ્પેશિયલ પ્રોગ્રામ દરમિયાન એક પછી એક બધાને સ્ટેજ પર બોલાવ્યા અને પછી ત્યાં હાજર બધાએ ચેમ્પિયન ખેલાડીઓ માટે જોરથી તાળીઓ પાડી હતી.

12 જુલાઈના રોજ લગ્ન કરશે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરશે. હમણાં જ તેમની પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ચ મહિનાથી લગ્ન પહેલાની વિધિઓ ચાલી રહી છે. પ્રી-વેડિંગ સેરેમની ખૂબ ચર્ચામાં છે. અંબાણી પરિવારે શુક્રવારે એક ભવ્ય કોન્સર્ટનું આયોજન કર્યું હતું, જેમાં ક્રિકેટ સિવાય બોલિવૂડ સ્ટાર્સે પણ હાજરી આપી હતી. રોહિત તેની પત્ની રિતિકા અને સૂર્યકુમાર તેની પત્ની દેવીશા સાથે પહોંચ્યો હતો. જ્યારે, હાર્દિક તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યા, તેની પત્ની અને ઈશાન કિશન સાથે જોવા મળ્યો હતો.

  • Follow us on: