- ભૂતપુર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ રાજકારણ છોડ્યું
- રાયડુ 9 દિવસ પહેલા YSRCP પાર્ટીમાં જોડાયો હતો
- 2019માં રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
અંબાતી રાયડુએ ચોંકાવનારો નિર્ણય લઈને રાજકારણ છોડી દીધું છે. તેણે પોતે જ રાજકારણ છોડવાના નિર્ણય વિશે જણાવ્યું હતું. રાયડુએ યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP)માંથી રાજીનામું આપ્યું. રાયડુ માત્ર 9 દિવસ પહેલા એટલે કે 28મી ડિસેમ્બરે પાર્ટીમાં જોડાયા હતા. જો કે તેમણે રાજકારણને હંમેશ માટે છોડ્યું નથી, પરંતુ તેઓ થોડા સમય માટે જ રાજકારણથી દૂર થયો છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે સોશિયલ મીડિયા દ્વારા પોતાના નિર્ણયની જાણકારી આપી હતી.
રાયડુએ રાજકારણ છોડ્યું
રાયડુએ ટ્વીટ કરીને જણાવ્યું કે, " મેં YSRCP પાર્ટી છોડવાનો અને થોડા સમય માટે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. યોગ્ય સમય આવવા પર તેઓ આગળની કાર્યવાહી વિશે જણાવશે. રાડુયુ 28 ડિસેમ્બરે આંધ્ર પ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. આ દરમિયાન રાજ્યના ડેપ્યુટી સીએમ નારાયણ સ્વામી અને સાંસદ પેડ્ડીરેડ્ડી મિથુન રેડ્ડી પણ હાજર હતા. રાડુયુએ પાર્ટી છોડવાના નિર્ણય અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. તેમણે કહ્યું કે યોગ્ય સમય આવવા પર તેઓ આગળની કાર્યવાહી વિશે જણાવશે.
IPL 2023 પછી ક્રિકેટને અલવિદા
અંબાતી રાયડુએ IPL 2023 પછી ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. 2023 IPLમાં, રાયડુ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો, જે ચેમ્પિયન બન્યો હતો. જોકે, અગાઉ 2019માં રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
અંબાતી રાયડુની ક્રિકેટ કારકિર્દી
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 55 ODI અને 6 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ સિવાય તેણે પોતાની કારકિર્દીમાં 203 IPL મેચ રમી હતી.