• ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવનો 65મો જન્મદિવસ
  • કપિલ દેવની કેપ્ટનશિપમાં ભારતે પ્રથમ વર્લ્ડ કપ જીત્યો
  • કપિલ દેવે ભારત માટે 225 વનડે અને 131 ટેસ્ટ મેચ રમી

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ આજે પોતાનો 65મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજે દરેક લોકો કપિલ દેવને તેમના ખાસ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. કપિલ દેવ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહી ચૂક્યા છે જેમણે તેમની કેપ્ટનશિપમાં ભારતને પ્રથમ વર્લ્ડ કપનો ખિતાબ જીતાડ્યો હતો. આ એ યુગ હતો જ્યારે ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમોને હરાવવાનું એટલું સરળ નહોતું.

તે સમયગાળા દરમિયાન, કપિલ દેવની કપ્તાની હેઠળની ભારતીય ટીમે ન માત્ર વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમોને હરાવી પરંતુ વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો. 1983ના વર્લ્ડ કપમાં કપિલ દેવની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત ICC ટ્રોફી જીતી હતી. અહીંથી આખી દુનિયાએ ક્રિકેટમાં ભારતીય ટીમને એક નવી ઓળખાણ મળી હતી.

દાઉદ ઈબ્રાહિમને ડ્રેસિંગ રૂમની બહાર કાઢયો

કપિલ દેવની એક ઘટના જેને આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી ત્યારે ભારતીય કેપ્ટને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ડ્રેસિંગ રૂમમાંથી બહાર ફેંકી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના વર્ષ 1986માં બની હતી જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન સામે સિરીઝ રમી રહી હતી અને શારજહાંના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ચાલી રહી હતી. આ મેચ પહેલા દાઉદે કહ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને હરાવશે તો તે તમામ ભારતીય ખેલાડીઓને કાર ગિફ્ટ કરશે.

જે બાદ કપિલ દેવ ડ્રેસિંગ રૂમમાં આવ્યા અને દાઉદ ઈબ્રાહિમને પૂછ્યું, 'તમે કોણ છો?' અહીંથી જતા રહો. જે બાદ દાઉદ ડ્રેસિંગ રૂમની બહાર નીકળી ગયો હતો. જોકે કપિલ દેવને ખબર ન હતી કે દાઉદ ઈબ્રાહિમ કોણ છે? તે સમયે વેંગસરકર સિવાય ટીમમાં કોઈ દાઉદને ઓળખતું ન હતું. આ પછી 1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં દાઉદ ઈબ્રાહિમનું નામ સામે આવ્યું અને ત્યારથી લઈને અત્યાર સુધી તે ભારતનો મોસ્ટ વોન્ટેડ દુશ્મન રહ્યો છે.

કપિલ દેવની ક્રિકેટ કારકિર્દી

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિશ્વના સૌથી ખતરનાક ઓલરાઉન્ડરોમાંના એક કપિલ દેવે ટીમ ઈન્ડિયા માટે 225 ODI અને 131 ટેસ્ટ મેચ રમી હતી. કપિલ દેવે 225 ODI મેચોની 221 ઇનિંગ્સમાં 3783 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક સદી અને 14 ફિફ્ટી ફટકારી હતી. આ સિવાય કપિલ દેવના નામે 131 ટેસ્ટ મેચોની 184 ઇનિંગ્સમાં 5248 રન છે. ટેસ્ટમાં તેણે 8 સદી અને 27 ફિફટી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં બોલિંગ કરતી વખતે કપિલ દેવે 434 વિકેટ અને વનડેમાં 253 વિકેટ લીધી હતી.

  • Follow us on: