• સુપર-8માં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 7 રને હરાવ્યું
  • આ મેચમાં નોર્કિયાએ 35 રન આપીને 1 વિકેટ લીધી
  • આ સાથે એનરિક નોર્કિયાએ બે મોટા રેકોર્ડ તોડ્યા

T20 વર્લ્ડકપ 2024માં ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી સુપર 8 મેચમાં ભારે રોમાંચ જોવા મળ્યો હતો, જેમાં અંતે આફ્રિકન ટીમે 7 રનથી મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચવાની પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 163 રન બનાવ્યા હતા, જે બાદ ઈંગ્લેન્ડની ટીમ માત્ર 156 રન સુધી જ પહોંચી શકી હતી.

આ મેચમાં આફ્રિકન ટીમનો ફાસ્ટ બોલર એનરિક નોર્કિયા પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો, જેમાં તેણે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં બે મોટા રેકોર્ડ તોડ્યા હતા. નોર્કિયાઅએ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે.

12 વર્ષ જૂના રેકોર્ડ તોડ્યો

ઈંગ્લેન્ડ સામેની મેચમાં, એનરિક નોર્કિયાએ તેની 4 ઓવરની બોલિંગમાં 35 રન આપીને 1 વિકેટ લીધી હતી, જેમાં તેણે નિર્ણાયક સમયે હેરી બ્રુકને પેવેલિયન મોકલ્યો હતો. આ વિકેટ લઈને નોર્કિયાએ T20 વર્લ્ડકપના ઈતિહાસમાં ગ્રીમ સ્વાનનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. નોર્કિયા આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સતત 16 ઈનિંગ્સમાં ઓછામાં ઓછી એક વિકેટ લેવામાં સફળ રહ્યો છે. આ પહેલા આ રેકોર્ડ ગ્રીમ સ્વાનના નામે હતો જેણે T20 વર્લ્ડકપમાં સતત 15 ઇનિંગ્સમાં ઓછામાં ઓછી એક વિકેટ લીધી હતી.

T20 વર્લ્ડકપમાં સતત ઇનિંગ્સમાં ઓછામાં ઓછી એક વિકેટ

  • એનરિક નોર્કિયા - 16 ઇનિંગ્સ (2021 થી 2024*)
  • ગ્રીમ સ્વાન - 15 ઇનિંગ્સ (2009 થી 2012)
  • એડમ ઝમ્પા - 15 ઇનિંગ્સ (2021 થી 2024*)
  • ઇશ સોઢી - 11 ઇનિંગ્સ (2016 થી 2021 સુધી)

ડેલ સ્ટેનનો તોડ્યો રેકોર્ડ

સાઉથ આફ્રિકા ટીમના ફાસ્ટ બોલર એનરિક નોર્કિયાએ ઈંગ્લેન્ડ સામેની મેચમાં એક વિકેટ લઈને ડેલ સ્ટેનને પાછળ છોડી દીધો છે, જેમાં તે હવે T20 વર્લ્ડકપમાં આફ્રિકન ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. એનરિક નોર્કિયાના નામે હવે કુલ 31 વિકેટ છે, જ્યારે ડેલ સ્ટેને આ ટૂર્નામેન્ટમાં 30 વિકેટ લીધી હતી.

સાઉથ આફ્રિકા માટે T20 વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ

  • એનરિક નોર્કિયા - 31 વિકેટ
  • ડેલ સ્ટેન - 30 વિકેટ
  • મોર્ની મોર્કેલ - 24 વિકેટ
  • કાગિસો રબાડા - 24 વિકેટ
  • ઈમરાન તાહિર - 18 વિકેટ

  • Follow us on: