• T20 વર્લ્ડકપ 2024ની સુપર-8ની મેચો રમાઈ રહી છે
  • આ ટુર્નામેન્ટ અપસેટ માટે યાદ રાખવામાં આવશે
  • T20 વર્લ્ડકપમાં 412 સિક્સર ફટકારવામાં આવી છે

T20 વર્લ્ડકપ 2024માં હવે નિર્ણાયક મેચો રમાઈ રહી છે. ટૂર્નામેન્ટની 8 ટીમો વચ્ચે સેમિફાઈનલની રેસ ચાલી રહી છે. મેચમાં દરેક જીત કે હાર ટીમોના ભાવિનો નિર્ણય લેતી હોય છે. આ ટુર્નામેન્ટ અપસેટ માટે યાદ રાખવામાં આવશે. સાથે જ આ ટૂર્નામેન્ટ રેકોર્ડ બનાવવા માટે પણ યાદ કરવામાં આવશે. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ વચ્ચે રમાયેલી મેચમાં એક એવો રેકોર્ડ પણ બન્યો છે જે અત્યાર સુધી T20 વર્લ્ડકપમાં ક્યારેય બન્યો નથી.

T20 વર્લ્ડકપમાં સૌથી વધુ સિક્સર

T20 વર્લ્ડકપ 2024માં અત્યાર સુધીમાં કુલ 412 સિક્સર ફટકારવામાં આવી છે. આ પહેલા T20 વર્લ્ડકપની કોઈ પણ સિઝનમાં આટલી સિક્સર ફટકારી નથી. આ પહેલા વર્લ્ડકપ 2021માં 405 સિક્સર ફટકારવામાં આવી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ હતી. ટુર્નામેન્ટમાં હજુ 9 મેચ બાકી છે. એટલે કે T20 વર્લ્ડકપ 2024 પણ સિક્સરના વરસાદ માટે યાદ રહેશે.

નિકોલસ પુરને રચ્યો ઈતિહાસ

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન નિકોલસ પૂરને યુએસએ સામે 3 સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો છે. T20 વર્લ્ડકપની એક આવૃત્તિમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. વર્લ્ડકપ 2012માં ક્રિસ ગેલે કુલ 16 સિક્સર ફટકારી હતી. આ સાથે જ નિકોલસ પૂરને ક્રિસ ગેલનો આ રેકોર્ડ તોડ્યો છે. વર્તમાન વર્લ્ડકપમાં તેણે અત્યાર સુધીમાં 17 સિક્સર ફટકારી છે. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી માર્લોન સેમ્યુઅલ્સ પણ ત્રીજા સ્થાને છે. સેમ્યુઅલ્સે 2012ના વર્લ્ડકપમાં 15 સિક્સર ફટકારી હતી.

આ કારનામું કરનારી વેસ્ટ ઈન્ડિઝ બીજી ટીમ

યુએસએના 129 રનના ટાર્ગેટનો પીછો કરીને વેસ્ટ ઈન્ડિઝે જીત મેળવી હતી. ટીમે આ લક્ષ્ય માત્ર 10.5 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. T20 વર્લ્ડકપમાં 100થી વધુ રનના લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝે 55 બોલ બાકી રહેતા જીત મેળવી લીધી હતી. તેઓ આટલી ઝડપથી 100થી વધુ રનનો પીછો કરનાર વિશ્વની બીજી ટીમ બની ગઈ છે. આ પહેલા 2007માં T20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 58 બોલ બાકી રહેતા હરાવ્યું હતું.

આ યાદીમાં ત્રીજા સ્થાને ઈંગ્લેન્ડ છે, જેણે 2007માં ઓસ્ટ્રેલિયા સામે 50 બોલ બાકી રહેતા 100થી વધુ રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. યાદીમાં ચોથું સ્થાન પાકિસ્તાનનું છે, જેણે 2009માં ન્યૂઝીલેન્ડ સામે 41 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. તે જ સમયે, પાંચમા સ્થાને સ્કોટલેન્ડની ટીમ છે, જેણે વર્તમાન વર્લ્ડકપમાં ઓમાન સામે 41 બોલ બાકી રહેતા મેચ જીતી હતી.

  • Follow us on: