• કેએલ રાહુલે ODIની પ્રાથમિકતા વિશે વાત કરી
  • રાહુલે ODI ટીમમાં રોહિત અને વિરાટની ભૂમિકા વિશે કહી આ વાત
  • યુવાનોને એડજસ્ટ થવા માટે સમય આપવો પડશે

કેએલ રાહુલ સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલે પ્રેસ સાથે વાત કરી હતી. કેપ્ટને ODIની પ્રાથમિકતા વિશે પણ વાત કરી હતી. આ ઉપરાંત કેએલ રાહુલે કહ્યું કે આવતા વર્ષે જૂનમાં શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં શું વ્યૂહરચના હોવી જોઇએ. તેમણે સ્વીકાર્યું કે આ સમયે પ્રાથમિકતા T20 વર્લ્ડ કપ છે. કેએલ રાહુલે તાજેતરમાં પૂરા થયેલા વર્લ્ડ કપમાં કેપ્ટન રોહિત અને વિરાટ કોહલીની ભૂમિકા વિશે પણ વાત કરી હતી.

યુવા પ્રતિભાને વિકસાવવામાં સમય લાગશે

રાહુલે કહ્યું કે વિશ્વ કપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની ભૂમિકામાં કોઈ નવો ક્રિકેટર આવે અને તેની ભૂમિકા ભજવે તેવી અમે આશા રાખી શકીએ નહીં. તેણે કહ્યું કે તે ખૂબ જલ્દી થશે. તેમણે કહ્યું કે યુવા પ્રતિભાને વિકસાવવામાં સમય લાગે છે. તમારે તેમને એડજસ્ટ થવા માટે સમય આપવો પડશે. મારી બાજુથી કોઈ ઉતાવળ નથી.

મહત્વપૂર્ણ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ રહેશે

રાહુલે વધુમાં કહ્યું કે જ્યાં સુધી ODI ક્રિકેટનો સંબંધ છે, તેના વિશે વાત કરવી બહુ ઉતાવળ છે, અત્યારે અમારૂં ધ્યાન આવતા વર્ષે રમાનારા T20 વર્લ્ડ કપ પર છે. આ સાથે રાહુલે ટેસ્ટ ક્રિકેટ વિશે વાત કરતા કહ્યું કે તે હંમેશા દેશ માટે મહત્વપૂર્ણ ફોર્મેટ રહેશે અને ટેસ્ટ ક્રિકેટનું પોતાનું મહત્વ છે.

વિકેટ કીપિંગમાં કોઇ સમસ્યા નથી

રાહુલ ટેસ્ટ સિરીઝ દરમિયાન કીપિંગ કરવા માટે રાજી થઈ ગયો છે. તેણે કહ્યું કે તે ગમે ત્યારે કીપિંગ કરવા તૈયાર છે. જો કે તે મેનેજમેન્ટનો રોલ છે, પરંતુ તેને કીપિંગમાં તેને કોઈ સમસ્યા નથી. હાલમાં રાહુલ ODI સિરીઝમાં કેપ્ટનશિપ અને કીપિંગ બંને કરી રહ્યો છે.

  • Follow us on: