• અર્શદીપે ODIમાં પ્રથમ વખત એક ઇનિંગમાં 5 વિકેટ લીધી
  • રાસી વાન ડેર ડ્યુસેન ગોલ્ડન ડક
  • આવેશ ખાને 4 વિકેટ લીધી હતી

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમની વિસ્ફોટક બોલિંગ જોવા મળી હતી. જોહાનિસબર્ગમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય દક્ષિણ આફ્રિકા માટે મોંઘો સાબિત થયો હતો. દક્ષિણ આફ્રિકાની બેટિંગ સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ.

અર્શદીપે લીધી 5 વિકેટ

આફ્રિકન ટીમને મુશ્કેલીમાં મુકવાનો શ્રેય અર્શદીપ સિંહને જાય છે. અર્શદીપે નવા બોલ સાથે જબરદસ્ત સ્વિંગ અને બાઉન્સ હાંસલ કર્યા અને દક્ષિણ આફ્રિકાના પાંચ બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. તેણે ODIમાં પ્રથમ વખત એક ઇનિંગમાં 5 વિકેટ લીધી, તે દક્ષિણ આફ્રિકા સામે ODIમાં વિકેટ લેનારો પ્રથમ ભારતીય ઝડપી બોલર છે.

અર્શદીપે યજમાન ટીમના ઓપનર બેટ્સમેન રીઝા હેન્ડ્રિક્સને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત મોકલી દીધો હતો. તેણે રાસી વાન ડેર ડ્યુસેનને પણ ગોલ્ડન ડક પર પાછો મોકલ્યો. આ પછી સાઉથ આફ્રિકાના બેટ્સમેનો એક પછી એક પેવેલિયન પરત ફરવા લાગ્યા અને ટીમ કમબેક કરી શકી નહીં.

10 ઓવરમાં 37 રન આપ્યા

અર્શદીપના બીજા ત્રણ શિકાર ડી જોર્જી, હેનરિક ક્લાસેન અને એન્ડીલે ફેક્લુકવાયો હતા. ત્રણેયને આઉટ કરીને તેણે પોતાની 5 વિકેટ પૂરી કરી હતી. અર્શદીપ સિંહે 10 ઓવરમાં 37 રનના કુલ સ્કોર પર 5 વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 116 રનના કુલ સ્કોર પર આઉટ થઈ ગઈ હતી.

આવેશ ખાનના નામે 4 વિકેટ

અર્શદીપ ઉપરાંત અવેશ ખાને પણ શાનદાર બોલિંગ કરીને ભારતીય ટીમને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. અવેશ ખાને 4 વિકેટ લીધી હતી. તેના સિવાય કુલદીપ યાદવે પણ એક વિકેટ લઈને આફ્રિકન બેટિંગ યુનિટને ધૂળ ચટાડી હતી.

  • Follow us on: