• T20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશે સુપર-8માં જગ્યા મેળવી
  • ICC એ બાંગ્લાદેશી ખેલાડી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી
  • આ ખેલાડીએ ICCની આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ

T20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશે છેલ્લી લીગ મેચમાં નેપાળને હરાવીને સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. આ મેચ બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બાંગ્લાદેશી ખેલાડી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. બાંગ્લાદેશી ખેલાડીએ ICCની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી સાબિત થયો હતો. જે બાદ જ ICCએ આ ખેલાડી વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.

તંઝીમ સામે ICCની કાર્યવાહી

T20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશે તેની છેલ્લી લીગ મેચ નેપાળ સાથે રમી હતી. આ મેચમાં જ્યારે તંઝીમ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે ઓવર દરમિયાન નેપાળના બેટ્સમેન રોહિત પ્રત્યે આક્રમક વલણ અપનાવ્યું હતું. જે બાદ તંઝીમ હસન સાકિબને ICC આચાર સંહિતાની કલમ 2.12ના ઉલ્લંઘનનો દોષી ઠેરવવામાં આવ્યો હતો.


તંઝીમને ફટકારાયો દંડ

જે બાદ તંઝીમ પર મેચ ફીના 15 ટકાનો દંડ લગાવવામાં આવ્યો છે. આ સિવાય હવે તંઝીમને એક ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. તંઝીમ સામેના આ આરોપનો નિર્ણય ફિલ્ડ અમ્પાયર અહસાન રઝા, સેમ નોગાજસ્કી, થર્ડ અમ્પાયર જયરામન મદનગોપાલ અને ફોર્થ અમ્પાયર કુમાર ધર્મસેના દ્વારા લેવામાં આવ્યો હતો.

તન્ઝીમે પણ પોતાની ભૂલ સ્વીકારી હતી

મેચ બાદ તનઝીમે મેદાન પર કરેલા પોતાના ગુનાઓ પણ કબૂલ કર્યા હતા. મેચ બાદ તનઝિમે કહ્યું હતું કે અમે મેચ દરમિયાન સારી બોલિંગ કરી હતી, અમે વસ્તુઓને સરળ રાખવા માગતા હતા. સ્કોર ઓછો હોવા છતાં અમને વિશ્વાસ હતો કે અમે આ સ્કોરનો બચાવ કરીશું. અમારા તમામ બોલરોએ શાનદાર બોલિંગ કરી. બાંગ્લાદેશની ટીમ હવે સુપર-8માં રમતી જોવા મળશે. સુપર-8માં બાંગ્લાદેશનો પ્રથમ મુકાબલો ઓસ્ટ્રેલિયા સાથે 20 જૂને થશે. આ પછી 22મી જૂને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે.

  • Follow us on: