- ભુવનેશ્વર કુમારની શાનદાર પાંચ વિકેટ
- વિરાટ કોહલીના 61 બોલમાં દમદાર 122 રન
- વિરાટ કોહલીએ પહેલી T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી
એશિયા કપ 2022ના સુપર-4 મુકાબલામાં આજે ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 4 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી.
અફઘાનિસ્તાનને 213 રનનો ટાર્ગેટ
એશિયા કપમાં આજે અફઘાનિસ્તાન સામે સુપર-4 મુકાબલામાં ભારતે શાનદાર બેટિંગ કરતા 212 રન ફટકાર્યા હતા અને અફઘાનિસ્તાનને જીતવા 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાના ઓપનર્સે શાનદાર શરૂઆત કરી છે. કેએલ રાહુલ અને વિરાટ કોહલી વચ્ચે શતકીય ભાગીદારી કરી હતી. વિરાટ કોહલીએ પોતાના T20 આંતરરાષ્ટ્રીય કરિયરની સૌપ્રથમ સદી ફટકારી હતી.
ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય
એશિયા કપ 2022ના સુપર-4 મુકાબલામાં આજે અફઘાનિસ્તાનની ટીમે દુબઈના મેદાન પર ભારતીય ટીમે સામે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આજની મેચમાં રોહિત શર્માની જગ્યાએ કેએલ રાહુલ કેપ્ટનશિપ કરી રહ્યો છે. ટીમમાં કુલ ત્રણ બદલાવ કરવામાં આવ્યા છે. રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને, યુઝવેન્દ્ર ચહલનને આરામ આપવામાં આવ્યો છે. તેમના સ્થાને દિનેશ કાર્તિક, અક્ષર પટેલ અને દીપક ચહરને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યુ છે.

બંને ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારતઃ
કેએલ રાહુલ (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, આર અશ્વિન, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ.
અફઘાનિસ્તાન:
હઝરતુલ્લા ઝાઝાઈ, રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી (કેપ્ટન), કરીમ જનાત, રાશિદ ખાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, મુજીબ ઉર રહેમાન, ફરીદ અહમદ મલિક, ફઝલહક ફારૂકી.