- અફઘાનિસ્તાનના બેટ્સમેનોની ધમાકેદાર ફટકાબાજી
- રહેમાનુલ્લા ગુરબાઝે માત્ર 18 બોલમાં 40 રન ફટકાર્યા
- હઝરતુલ્લાહ ઝાઝાઈએ 37, ઈબ્રાહીમ ઝદરાને 15 રન બનાવ્યા
એશિયા કપ 2022ની પહેલી મેચમાં અફઘાનિસ્તાને શ્રીલંકા હરાવી ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી છે. અફઘાનિસ્તાને 106 રનનો ટાર્ગેટ માત્ર 10.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો અને 8 વિકેટે જીત હાસિલ કરી હતી.

ઓપનરોની દમદાર બેટિંગ
અફઘાનિસ્તાન તરફથી વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝે સૌથી વધુ માત્ર 18 બોલમાં 40 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતો. તો બીજી તરફ ઓપનિંગ બેટ્સમેન હઝરતુલ્લાહ ઝાઝાઈએ 28 બોલમાં 37 રન ફટકાર્યા હતા. જ્યારે ઈબ્રાહીમ ઝદરાને 15 રનનું યોગદાન આપ્યું હતું અને ટીમને મોટી જીત અપાવી હતી.
શ્રીલંકા 105 રનમાં ઢેર
એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં બંને ટીમોના કેપ્ટન વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં અફઘાનિસ્તાનના કેપ્ટને ટોસ જીતી શ્રીલંકાને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. અફઘાનિસ્તાનની ધારદાર બોલિંગ સામે શ્રીલંકા ઢેર થઇ ગયું હતું અને માત્ર 105 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગયું હતું. શ્રીલંકાના ભાનુકા રાજપક્ષે સૌથી વધુ 38 રન બનાવ્યા હતા.

બંને ટીમોની પ્લેઇંગ 11
શ્રીલંકા:
દાનુષ્કા ગુનાથિલાકા, પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), ચારિથ અસલંકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, મહેશ થેક્ષાના, દિલશાન મદુશંકા, માથેશા પટના
અફઘાનિસ્તાન:
હઝરતુલ્લાહ ઝાઝાઈ, રહેમાનુલ્લા ગુરબાઝ(વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, કરીમ જનાત, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી(કેપ્ટન), રાશિદ ખાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, નવીન-ઉલ-હક, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી